દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિંદે-અજિત પવારે લીધા ડેપ્યુટી CMના શપથ
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ફડણવીસની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ફડણવીસના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી, NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રી, સલમાન ખાન-શાહરૂખ ખાન સહિતની સેલિબ્રિટી, મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિ હાજર રહ્યાં હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજનાથ સિંહ, શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ચિરાગ પાસવાન સહિતના નેતા પહોંચ્યા હતા. આ સિવાય NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યાં હતા.
દેવેન્દ્ર ફડણવીસના શપથવિધિ કાર્યક્રમમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, સંજય દત્ત સહિતના સેલિબ્રિટી પણ પહોંચ્યા હતા.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ દેવેન્દ્ર ફડણવીસના શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આઝાદ મેદાન પહોંચ્યો હતો.