Lunar Eclipse 2019- નવા વર્ષ 2019માં થશે બે ચંદ્રગ્રહણ, સમગ્ર ભારતમાં દેખાશે
ગ્રહણની વ્યાપક અસર મનુષ્યો અને જીવ-જંતુઓ સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને બ્રહ્માંડ પર સમાનરૂપે થાય છે. લોકો ગ્રહણથી ડરતા હોય છે. વર્ષ 2019 માં પાંચ ગ્રહણ થશે. આમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ હશે. પ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરીના રોજ પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે થશે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ પોષ શુક્લ પૂર્ણિમાના વિશિષ્ટ મહત્વને લીધે આ દિવસ પર્વકાળ તરીકે ઉજવવામાં આવશે.
બીજું ચંદ્રગ્રહણ 16-17 જુલાઈ અષાઢ શુક્લ પૂર્ણિમાએ થશે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે 32 મિનિટ પર પ્રારંભ થશે અને મધ્ય રાત્રી 3.01 વાગ્યે થશે. ગ્રહણનો મોક્ષ રાત્રે 4 વાગ્યે 30 મિનિટ પર થશે. આમ, ગ્રહણનો કુલ પર્વકાળ 2 કલાક 58 મિનિટ રહેશે. આ ગ્રહણ ધનુ-મકર રાશિમાં થશે.દર્દીઓ તથા ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવું જોઈએ. ગ્રહણ દરમિયાન ધાર્મિક મનુષ્ય ઈશ્વર આરાધના, મંત્ર જાપ, સંકીર્તન કરવા. ગ્રહણ દરમિયાન અનાજ દૂષિત બને છે. તેથી પર્વકાળ દરમિયાન ખોરાક ગ્રહણ કરવો જોઈએ નહીં. ગ્રહણ પ્રારંભ થતા પહેલા ખાવા પીવાની વસ્તુઓ બનાવેલું ભોજન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણાં, પીવાનું પાણી, તેલ વગેરેમાં કુશા અથવા તુલસીના પર્ણ મૂકવા જોઈએ. તેનાથી તે દૂષિત થતું નથી.
ચંદ્રગ્રહણએ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણ ચંદ્રમાં જ થઇ શકે છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને અવધિ ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. ગ્રહણનો શાબ્દિક અર્થ થાય છે સ્વીકાર્ય, સ્વીકાર, ધારણ અથવા પ્રાપ્ત કરવું. તેથી, ગ્રહણ અવધિમાં આધ્યાત્મિક માન્યતાઓ જપ, તપ, ઉપાસના, સાધના, ધ્યાન અને ભજનનો નિર્દેશ આપે છે.