દેખાવવું છે જવાન તો ખાઓ વિટામીનથી ભરપૂર આ વસ્તુઓ
ખાણી-પીણી અને વધતા પ્રદુષણના કારણે ત્વચાની સમસ્યા વધતી જઇ રહી છે. ઉંમરથી પહેલા પડી રહેલી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ચહેરાની સુંદરતાને ફીકી કરી દે છે. જેના માટે યુવતીઓ કેટલાક ઘરેલું ફેસપેક અને બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેની અસર થોડાક સમય માટે જ રહે છે. સમયથી પહેલા પડતી કરચલીઓની સમસ્યાથી છૂટકારો મેળવવા અને સુંદર દેખાવવા માટે તમે વિટામિન્સનો પણ સહારો લઇ શકો છો. આજે અમે તમને એ વિટામિ્સ અંગે જણાવીશું જેને તમારી ડાયેટમાં સામેલ કરી લાંબા સમય સુધી જવાન અને સુંદર દેખાઇ શકો છો.
વિટામિન સીના ફાયદા
વિટામીન સી ફ્રી-રેડિકલ્સના કારણથી થનારી કરચલીઓથી બચે છે. જેની પૂર્તિ કરવા માટે તમે ડાયેટમાં બ્રોકલી, નારંગી, લીંબુ,પપૈયું, કેપ્સિકમ સહિતની વસ્તુઓ સામેલ કરી શકો છો. તે સિવાય તમે લીંબુ પાણી પણ પી શકો છો જેનાથી ત્વચા ખૂબ સુંદર અને સ્વસ્થ રહે છે.
વિટામિન કેના ફાયદા
આંખોની પાસે થતી કરચલીઓ, ડાર્ક સર્કલ્સથી રાહત મેળવવા માટે વિટામિન કે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ વિટામિન આંખોની પાસે એકઠા થયેલા રક્તને બ્રેક કરીને તેનું સર્કુલેશન વધારે છે અને ડાર્ક સર્કલ્સ જેવી સમસ્યાને બરાબર કરે છે. જેના માટે લીલા શાકભાદી, સ્પ્રાઉટ, દૂધ, પનીર અને કોબીજ સહિત ડાયેટમાં સામેલ કરો.
વિટામિન એના ફાયદા
વિટામીન એ એક પ્રકારનું ઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાને પ્રોટેક્શન આપવાની સાથે ઇલેસ્ટિસિટી બનાવી રાખે છે. વિટામિન એ ફ્રી રેડિકલ્સના કારણથી ત્વચામાં થનારા ઓક્સીડેશનથી બચાવે છે. વિટામિન એની ઉણપ પૂરી કરવા માટે તેમ ગાજર, શક્કરિયા, ઇંડા તેમજ બટરનું સેવન કરી શકો છો.