Site icon Time News

Ahmedabad: tank of apartment collapses; અમદાવાદના નારણપુરામાં એપાર્ટમેન્ટની જર્જરીત ટાંકી ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ

રિપોર્ટર: સંજીવ રાજપૂત

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે. જેમાં 35 થી 40 વર્ષ જુના હાઉસિંગ બોર્ડના મકાન છે. તેમાંથી કેટલાક મકાનો જર્જરીત હાલતમાં છે, તો કેટલાક મકાનોની ટાંકી જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. આજે નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર પાંચમાં કોમન ટાંકી ધરાશાયી થતા આસપાસના સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

35 થી 40 વર્ષ જુના મકાનમાં જર્જરિત ટાંકીઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ટાંકી ધરાશાયી થઈ હતી સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ આવી દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે તો આ બાબતે તંત્ર દ્વારા કાઈ વિચારણા કરવામાં આવશે કે કેમ? એ જોવું રહ્યું.

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version