Ahmedabad
લિટલ સ્ટાર પ્રાયમરી સ્કૂલ ના સ્ટુડન્ટ દ્વારા તૈયાર થયેલ પેઇન્ટિંગ એક્ઝિબિશન
કલાક્ષેત્રમાં ગુજરાત ઘણું સમૃદ્ધ અને વિકસિત છે અને લીપણ વર્ક (Mouldit) ની વાત આવે ત્યારે ગુજરાતની યાદ આવે. અમદાવાદમાં આવેલ લિટલ સ્ટાર પ્રાયમરી સ્કૂલ ની 125 ગર્લ્સ દ્વારા 125 આર્ટ, સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે પ્રદર્શિત થઇ હતી. ધોરણ 6થી 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ 1 by 1 ફૂટ ના સ્ક્વેર બોર્ડમાં clay-Work- લીપણ વર્ક ને સફેદ કલર, ફેબ્રિક કલર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી પેન્ટિંગ બનાવ્યા હતા.
સ્કૂલના ડ્રોઈંગ ટીચર શ્રીમતી દીપા શાહ એ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સાથે સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ અને સ્ટાફ મિત્રોએ સહકાર આપેલ…. આમંત્રિત મહેમાન નેહા સુથાર, રાજેશ બારીયા, હેમંતભાઈ અને નામી-અનામી કલાકાર મિત્રો હાજર રહ્યા હતા.