લીંબડી: હેલ્થના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને ધારણ કરી કાળી પટ્ટી
અવાર નવાર ગુજરાતમાં અલગ અલગ પ્રકારના આંદોલનો થતા જોવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી બ્લોક હેલ્થના કર્ચચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારીને સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાના બ્લોક હેલ્થના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર આપ્યુ હતું ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બ્લોક હેલ્થના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને જેવી કે પગાર ધોરણમાં વિસંગતતા, મેડીકલ તથા અન્ય એલાઉન્સ કેન્દ્રની સરખામણીમાં તેમજ જો કોઇ કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેના વારસદારને તેની જગ્યાએ વારસાઇ નોકરી આપવી જેવી અલગ અલગ પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી હતી અને જો આવનાર સમયે પણ જો કર્મચારીઓની માંગણીઓ સરકાર દ્વારા પુરી નહી કરવામાં આવે તો પેનડાઉન, રામધુન , તેમજ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી