ગુજરાત

આંખોને ચેતના આપી આંખો ઉજાગર કરતા લીંબડી હોસ્પીટલના આંખ સર્જ

 

આંખોની વાત કરવામાં આવે તો કુદરતે દરેક સજીવને અનોખી આંખો આપેલી છે ત્યારે આ કુદરતની દેણને જયારે કોઇ આફત આવે છે જયારે આ કુદરતી દેણને તકલીફ ઉભી થાય છે તેવા સમયે આ આખોની માવજત અને ફરી આંખો તંદુરસ્ત કરવા આંખોના ડોકટરો તત્પર હોય છે તેવાજ એક ડોકટર જે લીંબડી હોસ્પીટલમાં પોતાના સ્ટાફ સાથે હંમેશા ખડે પગે રહે છે આંખ રોગના નિદાન કરી આંખોને નવી ચેતના આપે છે

સુરેન્દ્રનગર જીલ્લાનો લીંબડી તાલુકો કઇકની કઇક બાબતે અવાર નવાર મીડીયામાં ચર્ચીત બનતો તાલુકો છે ત્યારે હાલ લીંબડી હોસ્પીટલ ખાતે સુંદર આંખ વિભાગ આવેલ છે જયા આંખરોગના દર્દીઓનો મેળો ભરાયેલો જોવા મળે છે ત્યારે આ આંખ વિભાગની ઓપીડીમાં એક વર્ષે આખરોગના આશરે ૨૦ હજારથી પણ વધારે દર્દીઓ સારવાર મેળવે છે જે આ આંકડા ફકત કહેવા મુજબના નથી પણ આ એક હકીકત છે ત્યારે આ લીંબડી હોસ્પીટલના આંખ સર્જન જયેશ વેશેટીયન અને તેમની ટીમ દ્વારા એક વર્ષમાં આંખોના ૬૦૦ થી પણ વધારે ઓપરેશન કરેલ છે મોતીયાના ઓપરેશન ૩૫૦ થી વધારે આંખની છારીના ઓપરેશન ૫૭૦ થી વધારે તેમજ મહત્વનું તો એ છે કે આ ડોકટર અને તેના સ્ટાફના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં નેત્રબેંકમાં આશરે એક હજારથી પણ વધારે આંખો ડોનેટ કરાવેલ છે જે અત્યાર સુધીનો ગુજરાતના આંખોના ડોકટરો પૈકી જયેશ વેશેટીયન અને તેઓની ટીમે આંખ ડોનેશનનો રેકોર્ડ બનાવ્યો છે

 

https://www.youtube.com/watch?v=uNwhJUciYZM&feature=youtu.be

 

તેમજ ડોકટર વેશેટીયન અને તેઓની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૧૬ થી પણ વધારે આંખોના કેમ્પો કર્યા છે વધારેમાં ડોકટર વેશેટીયન લીંબડી તો ખરૂ પણ સુરેન્દ્રનગર પણ વધારાની સેવા આપે છે અને ગ્રામ્ય લેવલે પણ આ લીંબડી હોસ્પીટલના આંખ વિભાગની ટીમ લોકોની આંખોની માવજત માટે તત્પર રહે છે

જયારે આ બાબતે આંખની સારવાર લેવા આવેલ દર્દીઓ સાથે આ આંખ વિભાગ અને ડોકટર વેશેટીયન અને તેઓની ટીમ વિષે વાત કરવામાં આવી તો દર્દીઓએ પણ જણાવેલ કે આ હોસ્પીટલમાં સ્વચ્છતા સાથે સારી રીતે આંખોનું નિદાન કરી આપવામાં આવે છે અને આ આંખ વિભાગ દ્વારા ઘણા લોકોનો અંધાપો દુર કરી અજવાળા કરાવ્યા છે  આમ દર્દીઓ મોઢે અઢળક ડોકટર વેશેટીયન અને તઓની ટીમના વખાણ સાંભળવા મળ્યા હતા ત્યારે આ લીંબડી હોસ્પીટલમાં ડોકટર વેશેટીયન , સહનેત્ર ચિકિત્સક રૂપેશ યોગી  નર્સ સ્ટાફ છાયાબેન પટેલ,  નયના ડામોર જયેશ ડાભી વગેરે નો સ્ટાફ દર્દીઓ માટે હંમેશા ખડે પગે રહે છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button