વધતા વજનને લઇને પરેશાન છો તો ફોલો કરો આ ટિપ્સ
આજકાલ નાના બાળકોથી લઇને મોટા દરેક લોકો તેમના વધતા વજનને લઇને ઘણા પરેશાન રહે છે. વજન વધવાને વધવાની પ્રક્રિયા ક્યાંકને ક્યાંક આપણા જમવાની પ્રક્રિયા પર આધાર રાખે છે. આપણે પોતાના રૂટિનમાં થોડા પ્રયોગો ઉમેરીયે તો આપણે પોતાનું વજન ચોક્કસ રીતે ઓછું કરી શકીએ છીએ.
– અડધી ચમચી વરિયાળી લઈ એક કપ ગરમ પાણીમાં નાંખી દો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો અને બાદમાં ઠંડી થયા પછી તે પાણી પી જાઓ.આ પ્રયોગ ત્રણ માસ સુધી સતત કરવાથઈ વજન આપો આપ ઓછુ થવા લાગે છે.
– કારેલાનું શાક પણ વજન ઉતારવામાં મદદ કરે છે. ઉત્તર મધ્યપ્રદેશના આદિવાસીઓ સહજન અને મુનગાના ફળના શાકનો ઉપયોગ પણ વજન ઉતારવા કરે છે.તેઓ આ શાક અઠવાડિયામાં બેથી ત્રણ વખતે ખાય છે જેના કારણે તેમનુ વજન નિયંત્રણમાં રહે છે.
– મધ એક કોમપ્લેક્સ શર્કરાની જેમ કામ કરે છે જે વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે.ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી ફટાફટ વજન ઉતરે છે.ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુ નાંખીને પીએ છે જે વધારે હીતકારક માનાવમાં આવે છે. મધ કારગર દેશી ફોર્મુલા છે.
– ફુદીના તાજા લીલા પાનની ચટણી બનાવો અને રોટલી સાથે તેનુ સેવન કરો.આ નુસખો અસરકારક માનવામાં આવે છે.આદિવાસીઓ ફુદીનાની ચા પણ પીવાની સલાહ આપે છે.ફુદીનાની ચા પીવાથી શરીર ઉતરે છે.
– સુંઠ,તજની છાલ અને કાળા મરી (3 ગ્રામ પ્રત્યેક) લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો.આ પાવડર બે ભાગમાં વહેચી લો એક ભાગમાંથી રોજ સવારે ખાલી પેટે અને બીજા ભાગમાંથી રોજરાત્રે ઉંઘતા પહેલા લેવો.પાવડર એક ગ્લાસ પાણીમાં મિકસ કરી પી શકો છો.
– ગાજર ખાસ કરીને શિયાળામાં વધારે પ્રમાણમાં મળી રહે છે. રોજ ભોજન પહેલા રોજ એક ગાજરનુ સેવન કરવુ જોઈએ. આધુનિક વિજ્ઞાન અનુસાર ગાજર વજન ઘટાડવામાં કારગર માનવામાં આવે છે.