ખીલ થવાના કારણો જાણીને આ રીતે કરો તેનો ઉપાય
ખીલ એ કિશોરાવસ્થાથી યુવાવસ્થા સુધી યુવક-યુવતીઓને ચિંતિત કરતી સૌથી મોટી સમસ્યા છે. કિશોરાવસ્થાની સાથે ઉત્પન્ન થતાં ખીલનું પ્રમાણ પ્રારંભમાં ઘણું ઓછું હોય છે, પરંતુ કેટલીક વખત એ ધીમે ધીમે એટલું વધી જાય છે કે, તેની પીડા, ખંજવાળ વગેરેથી પરેશાન થઈને વ્યક્તિ તેને ખોતરી કે ફોડીને, પોતાના જ ચહેરો વધારે ખરાબ થઇ જાય છે.. કેટલીક વખત ખીલ મટી ગયા પછી પણ ચહેરા પર તેના ડાઘ અને ખાડા રહી જતા હોય છે તો આવો જોઇએ તે થવાના કારણો અને તેના ઉપાય..
ખીલ થવાના કારણો
ખીલ ઉત્પન્ન થવાનું પ્રથમ અને પ્રમુખ કારણ છે. ‘હોર્મોનલ પરિવર્તન’. બાળપણ રમત-ગમતમાં વિતાવ્યા પછી જેવું કોઈ બાળક દશ-બાર વર્ષની ઉંમરે પહોંચે છે કે, તરત તેમાં લિંગ સંબંધી સ્વાભાવિક પરિવર્તનો થવા લાગે છે. શરીરનાં બધા તંત્રો સક્રિય બની જાય છે અને અંતઃસ્ત્રાવોમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ પરિવર્તનોના કારણે ખીલ ઉત્પન્ન થઈ શકે છે.
ખીલ થવાનું બીજું કારણ છે, ‘પાચનતંત્રની અક્રિયાશીલતા’. પાચનતંત્રની ગરબડનાં કારણે જ્યારે આહારનું પાચન બરાબર ન થાય ત્યારે ગેસ, અપચો, કબજિયાત વગેરે ઉત્પન્ન થાય છે. જે અપ્રત્યક્ષરૂપથી ખીલને ઉત્પન્ન કરવામાં કારણ બને છે.
ઉપચાર
દૈનિક દિનચર્યામાં જો આપણે કેટલીક સામાન્ય ક્રિયાઓ નિયમિતરૂપથી કરીએ તો ખીલની સાથે સાથે પાચનતંત્રની તકલીફોને પણ દૂર કરી શકાય છે.
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પેટ સાફ રહેવું જોઈએ. એ માટે રોજ રાત્રે એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાણીમાં પલાળીને સવારે ગાળીને નિયમિત પીવું ફાયદાકારક છે.
પ્રતિદિન ઓછામાં ઓછુ ત્રણ-ચાર લીટર પાણી પીવાથી પણ પેટ સાફ થાય છે. જે વ્યક્તિઓ દિવસમાં લગભગ આઠ ગ્લાસ પાણી પીવે છે. તેઓમાં અન્યની અપેક્ષાએ ખીલનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે.
જો ખીલની હજી શરૂઆત જ થઈ હોય તો આહારમાં તીખા, ખારા, મસાલેદાર, ચટપટા, તળેલા પદાર્થો તેમજ ચટણી, અથાણાં, પાપડ વગેરે બિલકુલ ઓછા કરી દેવા.
જો ચહેરાની ત્વચા તૈલીય હોય તો ખીલ ઉત્પન્ન થવાની શક્યતા વધારે રહે છે. એટલે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી અત્યાધુનિક સૌંદર્ય પ્રસાધનો, ક્રિમ, લોશન વગેરેનો પ્રયોગ ન કરવો. આહારમાં દાળ, લીલા શાકભાજી, સલાડ વગેરેનો ભરપૂર ઉપયોગ કરવો. સાથે વિટામિનથી ભરપૂર સંતુલિત આહાર લેવો.