ગુજરાત

લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયાના આજે 63માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

ભારત સૌથી મોટી અને લોકોની સાચી રીતે સહાય આપનાર લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા કે જે આજે એ 63 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે જેનું મુખ્ય સ્લોગન જિંદગી સાથ ભી જિંદગી કે બાદ ભી જે પોતાની પોલિસીના આધારે દરેક કુટુંબ માટે ફિટ બેસતી હોય છે 63માં સ્થાપના દિવસ અંતર્ગત આજે ગાંધીનગર ના LIC વિભાગીય કાર્યાલય ખાતે એક પ્રેસકોન્ફરન્સનું આયોજન થયું ડીવીઝનલ મેનેજર કે આર બાલાસુબ્રમણ્યમએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ડિવિઝનલ દ્વારા ગત વર્ષે 217394 પોલીસીનું વેચાણ કરવામાં આવ્યુ છે.

તેમાં ગાંધીનગર વિભાગે સમગ્ર જીવનમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે જુથ વિમા યોજના ક્ષેત્રે 208.42 કરોડ પ્રીમિયમની આવક મેળવી છે. જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 62371 વ્યક્તિના વિમાનું નવીનીકરણ તેમજ 118576 વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આમ આદમી વિમા યોજનામાં 126 દાવાઓમાં 53 લાખ 40 હજારની ચુકવણી કરવા કરાઇ છે.

જ્યારે સમગ્ર ડિવિઝનમાં વર્ષ 18-19ના અંતે 249818 દાવાઓમાં 1306.32 કરોડની ચૂકવણી કરાઈ છે. જ્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં ગોલ્ડન જુબલી ફાઉન્ડેશન કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓનું નવીનીકરણ કરી વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 હજારની ચૂકવણી કરવામાં આવી છે. આ ચૂકવણી ચાર વર્ષ સુધી કરવામાં આવતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button