વિધાનસભા સત્ર સુરક્ષા કવચ 3 લાખને બદલે 5 લાખ, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ની આવક મર્યાદા વધારીને 4 લાખ કરાઇ
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે લેખાનુદાન રજૂ કરી રહ્યા છે. મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારવામાં આવી હતી. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગના પ્રશ્નો દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો મારો ચાલ્યો હતો. અને કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરતા જણાવ્યું કે, મામલતદારથી લઈ કલેક્ટર કચેરી સુધી પૈસા આપ્યા સિવાય કોઈ જ કામ થતું નથી. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારા વિજયભાઈ તો ભોળા અને સંવેદનશીલ છે. અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર કર્યો હતો.
મહાત્મા ગાધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી માટે આગવી ઉજવણી
¤ જી.એસ.ડી.પી વિકાસદર નાણાકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે વાર્ષિક વૃધ્ધિ દર ૯.૯ ટકા છે જે દેશના મોટા રાજયોમાં સૌથી ઊચો
¤ દેશના જીડીપી માં 7.8% હિસ્સો ગુજરાતનો
¤ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
¤ નિકાસમાં ગુજરાત દેશભરમા પ્રથમ કુલ ઔધ્યોગિક ઉત્પાદનમા ૧૬.૮ ટકા હિસ્સો
અછત સમયે ખેડુતોના પડખે સરકાર
¤ 96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
¤ પશુધન ને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા
¤ ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી રાજય સરકારને 436 કરોડનુ વધારાનુ ભારણ
¤ ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતો ને મદદરૂપ થવા 2285 કરોડનુ ખાસ સહાય પેકેજકૃષિ
કૃષિ ઉત્પાદનમા 12.11 ટકા દરે વૃધ્ધી
¤ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
¤ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીગ ફંડ
¤ ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમા 500 કરોડની સહાય
¤ હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
¤બાગાયત પાક ઉત્પાદન 2021-22 મા 18.55 લાખ હેકટર લ ઇ જવાશે
¤ પશુધનવસ્તિ ગણતરીમા 15.36 ટકા સાથે દેશમા ગુજરાત પ્રથમ
¤ સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
¤ પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
¤ અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
¤ હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત,ડીપ સી ફીસીગ યુનિટ
¤ ઝીગા ઉછેર માટે 7500 હેકટર જમીન ફાળવાશે 25000 ઝીગા ઉછેરકોને રોજગારી
¤ બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ 12 ના બદલે રૂ 15 પ્રતિ લીટર સબસીડી અપાશે. 10,677 બોટધારકોને લાભ
¤ વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
¤ પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
જળસંશાધન
¤ 18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે
¤ સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2 મા 57 જળાશયો જોડાશે 11,216 કરોડનુ ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
¤ બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
¤ ઉચ્છલ નીઝર સોનગઢ ના 69,000 વિસ્તાર માટે 912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના
¤ ૭૧૫ કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
¤ દાહોદ મા 185 કરોડની કડાણા દહોદ યોજના
¤ જળ સંચયના કામો માટે રૂ 329 કરોડનો ખર્ચ કરાશે
નર્મદા
¤ નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પેકી કચ્છ માટે રૂ 430 કરોડ,ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપીગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરો
આરોગ્ય
¤ મા અને મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
¤ મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
¤ આશા ફેસીલેટર બહેનોના મહેનતાણા મા મસિક રૂ 2000નો વધારો
¤ પાલનપુર, દહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા
¤ સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડ ની હોસ્પિટલનુ લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે
¤ ગાધીનગર સોલા સીવીલ હોસ્પિટલને સુપરસ્પેશયા લીટીમા અપગ્રેડ કરાશે
શિક્ષણ
¤ પાચ વર્ષમા 1.13 હજાર કરોડનો ખર્ચ
¤ સર્વ શિક્ષા અભિયાન મા 79000 વર્ગખંડ અને 32800 શાળામા પાણી સેનિટેશન ની સુવિધા
¤ 27250 વિધ્યાસહાયકો અને શિક્ષણ સહાયકો ની નીમણૂક
¤ પોષણ અને આરોગ્ય માટે 54 લાખ 52 હજાર બાળકોનેલાભઃ 1780 કરોડનો ખર્ચ
¤ 386 કરોડના ખર્ચે 6 લાખ યુવાનોને નમો ટેબલેટ
¤ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 80 લાખ વિદ્યાર્થીઓને 1055 કરોડનો ખર્ચ
¤ ૨૨૭ કોલેજ મા નભો ફ્રી વાય ફાઇ સુવિધા
¤ ખેલ મહાકુભમા 1.24 લાખ વિજેતાઓને રૂ 30 કરોડના ઇનામ
સામાજિક વિકાસ
¤ અનુ જાતિના 44હજાર વિદ્યાર્થિઓને 66 કરોડના ખર્ચે રહેવા જમવા ભણવાની સુવિધા
¤ 8 નવા સમરસ છાત્રાલયો શરૂ કરાશે
¤ વૃધ્ધ પેન્શન મા 50 ટકાનો વધારો કરી રૂ ૫૦૦ ના બદલે રૂ 750અપાશે
¤ આદિજાતિ વિકાસ નિગમ ને વ્યકતિલક્ષી ધિરાણ યોજના મા દોઢ ગણો વધારો: 150 કરોડનો સપોર્ટ
આદિજાતિ વિકાસ
¤ આદિવાસી બાળકોના શિક્ષણ.માટે વિશાળ માળખુ: 2 લાખ આદિવાસીને લાભ
¤ આદિવાસી બાળકોને શિષ્યવૃત્તી, ટેલેન્ટપુલ ની યોજના માટે રૂ 600 કરોડના ખર્ચે17 લાખ ને લાભ
¤ ગરૂડેશ્વર ખાતે નેશનલ ટ્રાયબલ મ્યુજીયમ
માર્ગ મકાન
¤ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2019-20મા બે હજાર કરોડના રસ્તા,પુલોના કામો મંજૂર
¤ 33497 ગામ પરાને માર્ગોથી જોડી દેવાયા
¤ મહાનગરોમા 950 કી.મીના 3500 કરોડના કામો પ્રગતિમા
¤ 6500 કરોડના ખર્ચે 135 રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે: 75 ના કામો પ્રગતિમા
¤ નેશનલ હાઇવે પર આઠ ફ્લાય ઓવર
¤ ઘડુલી-સાતલપુર ને રૂ 323કરોડ ના ખર્ચે શરૂ કરાયુ
¤ અમદાવાદ શંખેશ્વર 20 કરોડના ખર્ચે 103 કી.મી. પગદંડી બનાવાશે
¤ ૧૧ તાલુકા સેવા સદન 125 કરોડના કામો સહિત 709 મકાનોના કામ રૂ 4447 કરોડ ખર્ચાશે
¤ છેલ્લા બે વર્ષમા 595 કરોડના ખર્ચ 2285 કવાર્ટર નુ બાધકામ પૂર્ણ 333 કરોડના ખર્ચે 1532 કવાર્ટરના કામો પ્રગતિ મા
સુશાસન
¤ સમગ્ર રાજ્યમાં આ વર્ષે ૨૨૭૭ સેવા સેતુ કાર્યક્રમ થકી ૪૬ લાખ નાગરિકોને એક જ સ્થળેથી જરૂરી વ્યક્તિલક્ષી સેવાઓ આપવામાં આવી છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
¤ Dbt એપ્રિલ 2017 થી અત્યાર સુધી રૂપિયા ૯,૦૦૦ કરોડનું ચૂકવનુ થયેલ છે.
વિજ્ઞાન
¤ ભારત નેટ ફેજ-ટુ માટે રાજ્ય સરકારે gujarat fiber grid નેટવર્ક ની સ્થાપના કરેલ છે જે અંતર્ગત ૭૫૨૨ ગ્રામ પંચાયત ને આવરી લેવામાં આવશે. બાકીની પંચાયતોને ભારતનેટ ફેજ-૧ હેઠળ આવરી લેવામાં આવી છે.
¤ સાયન્સ સીટીના આ વર્ષે આઠ લાખ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી છે.
¤ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે રાજ્ય સરકારે ગાંધીનગરમાં 10 એકર જમીન ફાળવેલ છે.
કાયદો અને વ્યવસ્થા
¤ દેશ વ્યાપી ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક system project ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે
¤ ઈ-ગુજકોપ પ્રોજેક્ટને NCRB બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ મળેલ છે.
¤ સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૧૧૭૫ લોકેશન પર ૭૪૬૩ CCTV કેમેરા લગાડવામાં આવનાર છે.
¤ પોલીસ દળમાં આગામી વર્ષમાં 97 13 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જેમાં 554 જેલ સિપાઈ નો સમાવેશ થાય છે
નાણાકીય વ્યવસ્થાપન
¤ રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી
પાણી પુરવઠો
¤ અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોભનાથ, દેવભૂમિદ્વારકા, કચ્છ ખાતે આઠ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
¤ સાત જીલ્લામા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજના કામો પ્રગતિમા
¤ પોરબંદર જીલ્લા ના 84 ગામ, 4 શહેરો મા -રૂ 118 કરોડના કામ પ્રગતિમા
¤ ૧૩૫ કરોડના ખર્ચે અંજાર થી કુકમા બલ્ક પાઇપ લાઇન કાભ પ્રગતિમા
¤ પાટણ જિલ્લામા 48 ગામોમા 94કરોડના કામો પ્રગતિમા
ગ્રામ વિકાસ
¤ સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ પાચ વર્ષમા 3056 કરોડ ખર્ચાયા
¤ રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
¤ વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.
શહેરી વિકાસ
¤ મહાનગરપાલિકા મા 54 , નગરપાલિકા મા 21 મળી કુલ 75 ફલાય ઓવર બનશે
¤ ૩૭ રેલ્વે ફાટકો પર ઓવર બ્રીજ અને અંડરબ્રીજ બનશે : 750 કરોડ ખર્ચાશે
¤ મહાનગરો અને નગરોમા નવા વિસ્તારોમા સવલતો માટે રૂ 500 કરોડ ફાળવાયા
¤ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજનામા 700ઇલેકટ્રીક બસો મંજૂર
¤ મેટ્રો રેલના ફેઝ 1ના કામો પૂર્ણતાના આરે 2020 મા પ્રોજેકટ પૂર્ણ કરાશે
¤ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7.64 લાખ આવાસ પંરા પડાશે
¤ વર્ષ 2018 -19 ના અંદાજ માં ચોખ્ખી લેવડદેવડ મુજબ રુ.783.02 કરોડની પુરાંત રહેશે એવી ધારણા હતી. વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડ મુજબ સુધારેલ અંદાજ માં રુ. 1374.18 કરોડની પુરાંત રહેવાની ધારણા છે.
https://www.youtube.com/watch?v=fRUljBR0FA0&feature=youtu.be