જાણો કેવી રીતે મની પ્લાન્ટ પણ તમને કરી શકે છે કંગાળ
ઘણા લોકો તેમના ઘર અને ઓફિસમાં મની પ્લાન્ટ રાખે છે. માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. કેટલીક વખત આ છોડને લાગાવવાથી આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો તો નથી થતો, પરંતુ સ્થિતિ વધારે ખરાબ થવા લાગે છે. તેનું કારણ મની પ્લાન્ટના છોડને વાસ્તુશાસ્ત્ર અનુસાર ન લગાવવાથી પણ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક છોડ માટે એક દિશા નિર્ધારિત હોય છે. જો તે છોડને તેની દિશા મુજબ રાખો છો તો વ્યક્તિની આસપાસનો માહોલ સકારાત્મક રહે છે. જ્યારે ખોટી દિશામાં રાખવા પર લાભ થવાની જગ્યા નુકસાન થવા લાગે છે.
ભૂલથી પણ મની પ્લાન્ટ ઇશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવા જોઇએ. આ દિશામાં રાખવાથી આર્થિક નુકસાનની સંભાવના વધી જાય છે. કારણકે બૃહસ્પતિ ગ્રહ આ કોણની પ્રતિનિધિ છે. શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુત્વ સંબંધ હોવાથી શુક્રની વસ્તુઓ તેની દિશામાં રાખાવાથી નુકસાન થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાની જગ્યાએ તુલસી પણ રાખી શકો છો અન્ય દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે.