સંસદની જાહેર હિસાબ સમિતિની સબ કમિટીના કન્વિનરની જવાબદારી ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને સોંપવામાં આવી..

સંસદની જાહેર હિસાબ સમિતિ (પીએસી) ની સબ કમિટી (સિવિલ 1) ના કન્વિનરની જવાબદારી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. આ અંગે તેમણે ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યું છે કે, મને આજથી આ જવાબદારી સોંપવામાં આવી છે . આપ બધાની શુભ કામના ઈચ્છું છું કે આ મહત્વની જવાબદારી વહન કરવામાં સફળ રહું .
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.