ગુજરાત
લેન્ડ રેકોર્ડ ઓફિસના લાઈસન્સી સર્વેયર હજારોની લાન્ચ લેતા ઝડપાયા
ડિસ્ટ્રિક્ટ ઈન્સપેક્ટર લેન્ડ રેકોર્ડ ઓફિસના લાઇસન્સી સર્વેયરને રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. જમીન રી સર્વે કરાવવા માટે ફરિયાદીએ વાંધા અરજી આપી હતી. અરજીના કામે ઝડપથી કાર્યવાહી કરવા સર્વેયરે લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીની માણસા તાલુકાના બોરુ ગામની સીમમાં આવેલ પોતાની ખેતીની જમીનમાં કબજો ફેરફાર સુધારો કરવા માટે ગાંધીનગર ખાતે DILRની કચેરીમાં જમીન રિ-સર્વે કરાવવા વાંધા અરજી આપી હતી. લાઇસન્સી સર્વેયર અમરીશ પટેલે અરજીના કામે ઝડપથી કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 20 હજારની લાંચની માંગી હતી. ફરીયાદી આરોપીને લાંચની રકમ આપવા માંગતા ન હોઈ ACBમાં ફરીયાદ કરતાં અરવલ્લી એસીબીની ટીમે ગાંધીનગર સેકટર-5 ખોડીયાર મંદિરની સામે રોડ ઉપર છટકું ગોઠવી લાઇસન્સી સર્વેયરને લાંચ લેતા ઝડપી લીધા હતા.