રમત-જગત
મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું નિધન
IPLના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું સોમવારે લંડનમાં નિધન થયુ છે. 64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટ્વિટર પરથી આપી હતી.
જો કે 53 વર્ષના લલિત મોદીએ મીનલ મોદીના મોતનું કારણ નથી જણાવ્યુ. લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે.IPLમાં ગરબડ અને મની લોન્ડ્રરિંગના મામલે લલિત મોદીને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.
BCCIએ લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં 2010માં બેન કરી દીધા છે. ત્યારથી IPLના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે. પણ BCCI સાથે હજુ તેમનો સંબંધ સંપૂર્ણ પણે પૂરો થયો નથી.
હાલ તો લલિત મોદી તેમના પત્નીના નિધનથી શોક મા છે.