Site icon Time News

Kutch: BSFના મહિલા જવાને જીવન ટુંકાવ્યું, સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

અબડાસાના તેરા ગામમાં BSFની 59-બટાલિયનમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા જવાન સેજલ ગઢવીએ આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.સેજલ ગઢવી ડિસેમ્બર 2024થી મેડિકલ રજા પર પોતાના વતન તેરા આવ્યા હતા. રજા દરમિયાન તેઓ પોતાના ઘરમાં રહેતા હતા. 3 માર્ચે, સેજલ ગઢવીએ ઘરના પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધો હતો. સીમા સુરક્ષા દળની મહિલા જવાનના આ પગલાંથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેજલ ગઢવીના આકસ્મિક નિધનથી પરિવારજનો અને ગામવાસીઓમાં શોકનો માહોલ છે.

આ ઘટનાની જાણ થતાં જ નલિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ સાથે, પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહિલા જવાને આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા પરિવારજનો અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવેથી હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version