Site icon Time News

Kodinar: PGVCLના દરોડા, દરગાહને 70 લાખનો દંડ ફટકાર્યો

કોડીનારમાં રાજકોટ PGVCLના દરોડા પડ્યા છે.. PGVCLને ચેકિંગ દરમ્યાન ગેરરીતી જણાતા કોડીનારની એક દરગાહને 70 લાખનો દંડ ફટકાર્યો હતો.. દરોડા દરમ્યાન કુલ સાડા ચારસોથી વધુ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 120માં ગેરરીતિ સામે આવી હતી. ગેરરીતિ બદલ 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આજે PGVCLની લગભગ 25 જેટલી ગાડીઓ દ્વારા કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, અને વીજચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી.. પીજીવીસીએલ દ્વારા જે વીજચોરી પકડવામાં આવી તેમાં એક દરગાહમાં થતી વીજચોરીમાં લગભગ 70 લાખ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરગાહમાં માત્ર એક ઓફિસને બાદ કરતા બધુ જ વીજ જોડાણ ગેરકાયદે હતુ એટલે કે વીજચોરી થતી હતી. પીજીવીસીએલની કામગીરી બાદ વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે..

આ પણ વાંચો, Bharuch: બેન્ડના અવાજથી ભેંસો ભડકી, ભેંસોએ ટાઈલ્સ તોડતા બે જૂથ વચ્ચે ધીંગાણું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version