ઘરમાં ઝઘડા થવાના કારણો જાણી લો અને કરો ઉપાય
જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી ખાનગી જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકાય છે. આ કેટલાક એવા ટિપ્સ છે જેને અપનાવીને દરેક પ્રકારની સમસ્યાઓથી પીછો છોડાવી શકાય છે.
– વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણનું વિશેષ મહત્વ હોય છે. આ દિશાને ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરનો ઇશાન ભાગ ઉઠેલો ન હોવો જોઇએ. ઘરના આ ભાગમાં આ દોષ થવાથી પિતા-પુત્ર વચ્ચે દૂરી વધવા લાગે છે.
– ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્ટોર રૂમ ન બનાવવો જોઇએ. આમ કરવાથી ઘરના દરેક સદસ્યોની વચ્ચે લડાઇ- ઝઘડા થાય છે.
– વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં રસોઇ ઘર કે શૌચાલય હોવા પર ઘરના સદસ્યોની વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રસોઇઘર કે શૌચાલય ન હોવું જોઇએ.
– ઇશાન કોણ પર વીજળીના ઉપકરણો રાખવાથી પિતા પુત્રની વચ્ચે અણબન રહે છે. ઘરના ઉત્તર પૂર્વ દિશામાં આ વસ્તુઓને ન રાખવી જોઇએ.