ગુજરાત

ખોડલધામને બે વર્ષ પૂર્ણ થતા 60 કિમી લાંબી પદયાત્રા યોજાઇ

 

ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની 60 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સવારે 7:30 કલાકે રાજકોટથી પદયાત્રીઓએ કાગવડ જવા પ્રસ્થાન કર્યું હતું. આવતીકાલે એટલે 21મી જાન્યુઆરીએ આ પદયાત્રા ખોડલધામ પહોંચશે. આ પદયાત્રાની શરૂઆત પૂર્વે સવારે 6.30 કલાકે સરદાર ભવન ખાતે માઁ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી.વહેલી સવારે સરદાર પટેલ ભવન, રાજકોટથી ખોડલધામ મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. આ તકે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ‘ખોડલધામનાં દરેક ભાઇ બહેનને અભિનંદન પાઠવું છું અને આ યાત્રા સુખદાયી અને સફળ રહે તેવી માઁ ખોડલને પ્રાર્થના કરૂં છું.

ઉલ્લેખનીય છે કે, પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઈ 150 ફુટ રિંગ રોડ, ગોંડલ ચોકડી થઈ બપોરે 11 વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે. જયાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઈ સાંજે 7 વાગ્યે ગોંડલ પહોંચશે. જ્યાં પદયાત્રિકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે 11 વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે 4 વાગ્યે પદયાત્રા પહોચશે. જયાં ચા-પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે 6 વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે મહાઆરતી બાદ પદયાત્રિકો યાત્રાને વિરામ આપશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button