ખેડા: હરિદ્રાર ચેરીટેબલ ટ્રસ્ટનો 12માં વર્ષમાં પ્રવેશ, પ્લાસ્ટિક મુકત ભારત અંતર્ગત કોટન બેગનું ફ્રી વિતરણ
ખેડા જીલ્લાનાં વાસણા બુઝર્ગ ખાતે હરિદ્વાર ચેરીટેબલ ટ્રસ્ટનો 12 માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા , કેરળના સ્ટેટ પ્રેસિડેન્ટ બી,જે,પી કુમાનનમ રાજેસ્કરન હાજર રહ્યા. આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુકત ભારત અંતર્ગત કોટન બેગનું ફ્રી વિતરણ કરાયું.
હરિદ્વાર મિત્ર મંડળ કર્ણાવતીના 12માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન હરિભાઈ પી નાયરે ખેડાના વાસણા બુઝર્ગ ખાતે ટ્રસ્ટની કામગીરીમાં નવીન મકાનની ચાવી અર્પણ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતને પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત આ પ્રસંગે પધારેલ તમામ લોકોને કોટન બેગનું વિતરણ પુરષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું.
આ સાથે હરિદ્વાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગૌશાળા જેમાં 210થી વધારે ગાયોની દેખરેખ રાખવામાં આવે છે આવી ઉમદા સેવા માટે પુરસોત્તમ રૂપાલાએ તેમની આ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરી તેની સાથે બુઝર્ગ ગામના રહીશો માટે RO પ્લાન્ટની સુવિધા પુરી પાડવામાં આવી. જેથી દરેક ઘરમાં દરરોછ 20 લીટર શુધ્ધ્ પાણી મળી રહે સાથે જ ફ્રી એમ્બ્યુલન્સ સેવા પણ ખુલ્લી મુકવામાં આવી. તેની સાથે કોઈ વ્યક્તિની અકાળે મોત થઈ જાય તો તેના દેહને સાચવવા માટે કોલ્ડ પેટીને પણ પબ્લિક માટે ખુલ્લી કરવામાં આવી.