Ahmedabad

અમદાવાદ: આંગડિયાના કર્મચારીએ માલિક સાથે કર્યો વિશ્વાસઘાત, ૬૦ લાખના સોનાના પાર્સલ લઇ ફરાર

અમદાવાદના ખાડિયામાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતો કર્મચારી જ્વેલર્સના ત્યાંથી રૃા. ૫૯.૭૭ લાખના સોનાના પાર્સલ લઇને નાસી ગયો હતો. જે પાંચ પાર્સલ મુંબઇ મોકલવાના હતા, ઓફિસના બીજા કર્મચોરીએ વાહનની જરુર હોવાનું કહીને કહીને આરોપીને ફોન કરતાં તેણે આવું છું કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો આરોપી કંપનીનું વાહન પણ લઇ જતો રહ્યો હતો.

આ બનાવ અંગે ખાડિયા પોલીસે તેની સામે વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વતની અને ખાડિયામાં આંગડિયા પેઢી ધરાવતા વૃદ્ધે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે તે તેમની આંગડિયા પેઢીમાં પાર્સલની ડિલીવરી કરવાનું કામકાજ કરતો હતો.

ગત તા.૨૮-૦૮-૨૪ના રોજ આરોપી કંપનીનું વાહન અને કંપનીનો મોબાઇલ લઇને કુબેનગર ખાતે જ્વેલર્સના ત્યાં સોનાનું પાર્સલ આપવા ગયા હતો અને ત્યાંથી સોનાના પાર્સલ લઇને નીકળ્યો હતો જેમાં એક પાર્સલ તેણે માણેકચોક ખાતે આપ્યું હતું જ્યારે રૃા. ૫૯,૭૭,૦૩૯ના પાંચ પાર્સલ લઇને નાસી ગયો હતો. ઓફિસના કર્મચારીએ વાહનની જરુર હોવાની વાત કરતો આરોપીએ થોડીવારમાં આવું કહ્યું હતું જો કે આરોપી આજદિન સુધી પરત આવ્યો ન હતો. આ ઘટના અંગે ખાડિયા પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button