આખો દિવસ કાનમાં ભરાવી રાખો છો ઇઅર ફોન, તો ચેતી જજો
આસપાસ નજર દોડાવીએ તો આપણને ઘણાં લોકો એવા દેખાશે જેમના કાનમાં ઇઅર ફોન હશે. જો કે તમને પણ આવી જ આદત હશે. પરંતુ શું તમે જાણો છો કે, ઇઅર ફોન લગાવીને મોટે મોટેથી સાંભળવાથી આપણી શ્રવણ શક્તિ અને કાન બંનેને નુકશાન પહોંચે છે.
આમ, થોડા વર્ષોથી ઇઅર ફોનના કારણે કાન બગડવાના અને રસ્તા પર ઈઅર ફોનના કારણે અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. આપણે એ વાતથી અજાણ છીએ કે આ થોડા વર્ષો પહેલાથી ચાલુ થયેલો આપણો શોખ આપણને ઘણું નુકશાન પહોંચાડે છે. તમને જણાવી દઇએ કે, ઇઅર ફોનથી વધારે સમય સાંભળવાને કારણે સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસીબલ સુધી ઓછી થઈ જાય છે. કાનનો પડદો વાઈબ્રેટ થવા લાગે છે અને દૂરનો અવાજ સાંભળવામાં મુશ્કેલી થાય છે.
જો કે ઇઅર ફોનના વધારે ઉપયોગથી કાનમાં, માથામાં દુખાવો કે ઉંઘ ન આવવા જેવી બીમારી થાય છે. આ કારણોથી ઈઅર ફોનનો ઉપયોગ ઓછામાં ઓછો કરો અને બને તો આને બદલે હેડફોન પહેરવાની ટેવ પાડો અને જો તમારી નોકરીમાં આ પહેરવું જરૂરી હોય તો દર કલાકે 5 મિનિટ આ નીકાળીને બેસવું.