EntertainmentMovies

KBC: બોલિવૂડની આ એક્ટ્રેસને નથી ખબર હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની બુટી, થઇ ટ્રોલ

સૌથી લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 11’ ના લેટેસ્ટ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં હૉટ સીટ પર રૂમા દેવી સાથે બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંટેસ્ટેન્ટ તરીકે આવી હતી. તે દરમિયાન સોનાક્ષી રામાયણ સાથે જોડાયેલ એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહોતી. આ પ્રશ્રના જવાબ માટે લાઈફ લાઈનનો ઉપયોગ કરતા તેને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડ્યો અને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી.

સોનાક્ષીને પુછવામાં આ આવ્યું હતું કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા ? આ સવલાનો જવાબ સોનાક્ષીને ખબર ન હતો એવામાં ગેમના નિયમ પ્રમાણે સાચા જવાબ માટે લાઈફલાઈનની મદદ લેવી ઉચિત લાગ્યું. સોનાક્ષીએ એક્સપર્ટની સલાહ લીધી અને તેની મદદથી જવાબ આપ્યો હતો.

જો કે પહેલા તો અમિતાભ બચ્ચન પણ થોડાક આશ્ચર્યમાં પડી ગયા હતા કે તેમના પિતાનું નામ શત્રુધ્ન છે જે રામના ભાઈ હતા. સોનાક્ષીના કાકાનું નામ લક્ષ્મણ, ભરત છે. તેના ભાઈઓનું નામ લવ અને કુશ છે જે તમામ નામો રામાયણથી પ્રભાવિત છે. સોનાક્ષી જે ઘરમાં રહે છે તેનું નામ રામાયણ છે. એવામાં તેના આ સવાલના જવાબ માટે લાઈફલાઈનનો ઉપયોગ કરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button