કરીનાએ જણાવ્યું તૈમુર જેવું બાળક મેળવવા પ્રેગનેન્સીમાં શુ ખાવું જોઇએ
કરીના અને સેફ અલીખાનનો પુત્ર તૈમુર હાલ માત્ર 2 વર્ષનો છે પરંતુ તે મીડિયા અને પૈપરાજીનો ફેવરિટ બની ગયો છે. તૈમુરનો રંગ ગોરો, ભૂરા વાળ, આસમાની આંખો, ગોલમટોલ ગાલ કોઇપણને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. એવામાં તમે વિચારી રહ્યા છો કે આખરે તૈમુરના આ ગુડ લુક પાછળ શુ રાજ છે. તો કરીનાએ જણાવ્યું છે કે પ્રેગનેન્સી દરમ્યાન તેને આ ટિપ્સ ફોલો કરી હતી. જેના કારણે તૈમુર આટલો ક્યૂટ છે.
કરીના કપૂરે જણાવ્યુ કે, તેને ઘી ખાવુ ખૂબ જ પસંદ છે અને તેણે પોતાની પ્રેગનેન્સી દરમિયાન ઘણું બધુ ઘીનું સેવન કર્યું હતુ. કરીનાએ એમ પણ જણાવ્યુ હતુ કે, તૈમૂરનો જ્યારે જન્મ થવાનો હતો, ત્યારે તેણે કોઈપણ એવી વસ્તુ કે જે તેને પસંદ હતી તે તેણે ખાવાની બંધ કરી નહોતી. પરંતુ, તેણે એ વાતનુ ધ્યાન રાખ્યુ હતુ કે, તે જે કંઈપણ ખાય તેને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખાય.
જો તમને સવારે ઉઠીને તરત નાસ્તો કરવાની આદત ના હોય તો પ્રેગનેન્સી દરમિયાન તમારે તે આદત વિકસિત કરવી જોઈએ. કરીનાએ જણાવ્યુ હતુ કે, મને સવારે ઉઠતાની સાથે જ ખાવાનું જોઈએ. પરંતુ જો મને નાસ્તો કરવા ન મળે તો મારું મગજ કામ કરવાનું બંધ થઇ જાય. આથી, વર્કઆઉટ કરતા પહેલા હું પૌવા, ઈંડા અને ટોસ્ટ અથવા અજમાના પરાઠા બ્રેકફાસ્ટમાં ખાઉં છું.
વધુમાં પ્રેગનેન્સી દરમિયાન તેના ચહેરા પર ગ્લો રહેતો હતો, તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે તે સવારે વહેલી ઉઠતી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન સામાન્ય રીતે કરીના રાત્રે સાડા 10 વાગ્યે સૂઈ જતી હતી અને સવારે 7 વાગ્યે ઉઠતી હતી. એવામાં જો તમે પ્રેગનેન્સી દરમિયાન ચહેરા પર ચમક બનાવી રાખવા માંગતા હો તો હવે તમને ખબર છે કે તમારે શું કરવુ જોઈએ.
પ્રેગ્નેન્સીનો મતલબ એ નથી કે તમે કંઈપણ કામ ન કરી શકો અને આખો દિવસ માત્ર આરામ જ કરવો. કરીના વુડ બી મોમ્સને એ જ સલાહ આપે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન નિષ્ક્રિય બનવાને બદલે આ દરમિયાન પણ એક્ટિવ લાઈફસ્ટાઈલ મેઈન્ટેઈન કરવી જોઈએ. પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીનાએ ફિલ્મનું શૂટિંગ કર્યુ હતુ, એડ્સ કરી હતી અને તૈમૂરના જન્મના માત્ર 50 દિવસની અંદર જ તેણે ફરીથી વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
કરીનાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રેગ્નેન્સીને જર્ની સમજો અને પોતાના રસ્તા જાતે બતાવો. બીજાની સલાહ સાંભળો પરંતુ કરવું એ જ જોઈએ જે તમને યોગ્ય લાગે. આ ઉપરાંત, કોઈ સારા ડૉક્ટર અને ગાયનેકોલોજિસ્ટ સાથે સંપર્ક કરો, જે પ્રેગ્નેન્સીના 9 મહિના દરમિયાન તમારી કન્ડિશન પર ધ્યાન રાખે અને તમારા શરીરની જરૂરિયાતને યોગ્યરીતે સમજી શકે.