દેશવિદેશ

જ્હોનસન એન્ડ જ્હોનસન કંપની વેંચી રહી છે એવો બેબી પાવડર કે, જાણીને આવશે ગુસ્સો

અમેરિકાની જાણીતી ફાર્મા કંપની જ્હોનસન એન્ડ જ્હોનસન પર ઘણાં સમયથી આરોપ છે કે તેનાં બેબી પાવડરથી કેન્સર થાય છે. આ વર્ષે ઓગસ્ટમાં અમેરિકાની મિસૌરીની એક કોર્ટે બેબી પાવડરથી કેન્સર થવાની વાત સાબિત થયા પછી કંપની પર આશરે 32 હજાર કરોડ રૂપિયાનો ભારે દંડ પણ લગાવ્યો છે.

રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે કંપની આજે નહીં દાયકાઓ પહેલાંથી એ વાતને જાણતી હતી કે તેના પાઉડરમાં એસ્બેસ્ટસ હોય છે. એસ્બેસ્ટસથી કેન્સરનો ખતરો વધી જાય છે.

રોયટર્સે પોતાનાં અહેવાલમાં કંપનીના ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સનો હવાલો આપતા કહ્યું કે કંપની એક્ઝિક્યુટિવથી લઇને માઇન મેનેજર, સાઇન્ટિસ્ટ, ડોક્ટર અને વકીલને પણ આ વાતની જાણ છે. આ જાણતા હતા છતાં કંપની વર્ષોથી આ પ્રોડ્ક્ટ વેચી રહ્યા છે.

રિપોર્ટના મતે રોયટર્સે કંપનીનાં ઘણાં ડોક્યુમેન્ટસનો અભ્યાસ કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે 1971થી 2000 સુધી જોન્હસનનાં રૉ પાવડર અને બેબી પાવડરની ટેસ્ટિંગમાં ઘણીવાર એસ્બેસ્ટસ હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ કોસ્મેટિક ટેલકમ પાવડરમાં એસ્બેસ્ટસની માત્રાને લિમિટ કરવાનો પ્રયત્ન સામે અમેરિકી રેગ્યુલેટ્સ પર દબાણ પણ નાંખ્યું હતું. જેમાં તેઓ ઘણી હદે સફળ પણ થયા હતાં.

આ રિપોર્ટ બાદ અમેરિકી શેર બજારમાં કંપનીનાં સ્ટોકમાં શુક્રવારે 10 ટકાનો કડાકો બોલાય હતો. સીએનએને લખ્યું હતું કે, 2002 પછી આ કડાકો કંપની માટે ઘણો મોટો છે. 19મી જુલાઇ 2002ના રોજ કંપનીના શેરમાં 16 ટકાનો કડાકો બોલાયો હતો. ત્યારે કંપનીના એક પૂર્વ કર્મચારીએ કંપની પર રેકોર્ડમાં ગોટાળો કરવાનો આરોપ મૂકયો હતો.

સીએનએનના મતે જ્હોનસન એન્ડ જ્હોનસન રોયટર્સના આ રિપોર્ટને એક તરફી અને ખોટો ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે રોયટર્સનો આ આર્ટિકલ જુઠ્ઠો છે. કંપનીનો બેબી પાઉડર સુરક્ષિત અને અસ્બેસ્ટ્સ ફ્રી છે.

કંપનીએ કહ્યું કે દાયકાઓથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય ગ્લોબલ રેગ્યુલેટર્સને સહયોગ કરી રહી છે. કંપનીએ કહ્યુંકે તેઓ ટેસ્ટિંગ માટે સૌથી એડવાન્સ મેથડનો ઉપયોગ કરે છે.

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button