JioPhone યૂજર્સને હવે મળશે આ ખાસ સુવિધા
રિલાયન્સ જિયો સતત પોતાના ગ્રાહકોને નવી નવી સુવિધાઓ આપતું રહ્યુ છે. હવે યૂઝર્સ પોતાના જિયો ફીચર ફોનથી IRCTCની રેલની ટિકીટ બુક કરાવી શકશે. કંપનીએ JioPhone અને JioPhone 2ના યૂઝર્સ માટે નવી એપ JioRail લૉન્ચ કરી છે.
આ એપથી યૂઝર્સ રેલવે ટિકીટ બુકીંગથી લઈને કોન્સીલેશન, તત્કાલ અને PNR સ્ટેટ્સ જેવી સુવિધાઓ બસ એક ક્લીક પર કરી શકશે. આપને જણાવી દઈએ કે જિયો, રેલવેની ઓફિશિયલ સર્વિસ પ્રોવાઈડર છે. રેલવે સાથે પોતાની ભાગીદારીને આગળ વધારતા કંપની નવી JioRail એપ લઈને આવ્યુ છે.
જિયો રેલ એપથી યૂઝર્સ ટિકીટને બુક કરાવવાની સાથે સાથે તેને કેન્સલ પણ કરી શકશે. રેલ ટિકીટની ચુકવણી ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ-વોલેટથી કરી શકશે. આ સિવાય PNR સ્ટેટસ ચેકિંગ, ટ્રેન ટાઈમિંગ, ટ્રેન રૂટ્સ અને સીટ મેળવવા અંગેની તમામ માહીતી JioRail થી આપશે.
સ્માર્ટફોન માટે બનેલ IRCTC એપની જેમ JioRail એપના તમામ ગ્રાહકોને તત્કાલ બુકીંગ કરવાની સુવિધા મળશે. જિયોફોનના જે ગ્રાહકો પાસે IRCTCનું એકાઉન્ટ નથી તેમણે JioRail એપનો ઉપયોગ કરી એકાઉન્ટ બનાવી શકે છે.
ટૂંક સમયમાં શરૂ થશે આ સુવિધા
PNR સ્ટેટસ ચેન્જ એલર્ટ, ટ્રેન લોકેટર અને ફૂડ ઓર્ડર જેવી સુવિધાઓ પણ JioRail એપ પર ટૂંક સમયમાં લાવવાની યોજના છે. કંપનીનું કહેવું છે કે JioRail એપ ટિકીટ બુકીંગને ખુબજ સરળ બનાવી દેવામાં આવ્યુ જિયો પોતાના ગ્રાહકોને લાંબી લાઈનોથી મુક્તિ અપાવી એજન્ટોથી મુક્ત કરાવવા જઈ રહ્યુ છે.