Jioની ધમાકેદાર ઓફર, લાવ્યું ‘કુંભ જિયોફોન’
દરેક ભારતીયને ડીજીટલ સેવાઓ સાથે જોડી, સ્વાયત્ત બનાવવાના આશયથી અને ખાસ કરીને એવા લોકો માટે કે જે સ્માર્ટફોન ખરીદવા સક્ષમ હોય નહિ તેમના માટે જિયોફોન લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ વચનને સાર્થક બનાવતા જિયોફોન હવે લાવી રહ્યું છે કુંભ જિયો ફોન. વિશ્વમાં દર્શનાર્થીઓ અને યાત્રિકો માટે સૌથી મોટો મેળો એટકે કુંભ છે જેમાં 55 દિવસ દરમિયાન 13 કરોડ યાત્રિકો પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે. કુંભના આ પવિત્ર અવસર પર ડૂબકી મારવા આવતા કરોડો યાત્રિકો માટે જિયો ડીજીટલ લઇ આવ્યું છે.
ભારતની આ પવિત્ર પરંપરાને અંજલિ સ્વરૂપે કુંભ જિયોફોન એક અલગ જ પ્રોડક્ટ છે. આ પવિત્ર યાત્રા દરમિયાન જિયો ના 4G ડેટાની શક્તિ સાથે કુંભ જિયોફોન દર્શનાર્થીઓને અલગ જ અનુભવ કરાવશે. કુંભ જિયોફોન ખાસ લાભ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.
કુંભના આ નવા ફીચર્સ જિયોફોનના વર્તમાન અને નવા બન્ને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ કુંભ ફીચર્સ જિયોસ્ટોર અને જિયોફોન થકી મેળવી શકાય છે રિલાયન્સ રીટેલ દ્વારા 1991 નંબર ઉપર ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે જેમાં જિયોફોન અંગેની કોઈપણ જાણકારી મેળવી શકાય છે. વિશ્વના સૌથી મોટા દર્શનાર્થીઓના મેળા કુંભ સમયે ‘કુંભ જિયોફોન’ લોન્ચ. સમગ્ર કુંભ તમારી સાથે, જ્યારે જિયોફોન હોય તમારી સાથેની ટેગલાઈન સાથે લૉન્ચ કરવામા આવ્યો છે.
કુંભ જિયોફોનની એક ખાસ એક્ષચેન્જ ઓફર હેઠળ 501 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે. કોઇપણ કંપનીના કોઇપણ 2જી, 3જી કે 4જી ફોનને કુંભ જીયોફોનથી બદલી શકાય છે. સંયુક્ત ઓફર હેઠળ એક્ટિવેશનના સમયે કુંભ જીયોફોન માટે રિફંડેબલ સિક્યોરિટી તરીકે 501 રૂપિયા આપવાના રહેશે અને સાથે જ 594 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે જેમા તેમને 6 મહિના માટે અનલિમિટેડ કોલિંગ અને ડેટા હાંસલ થશે. સાથે જ ગ્રાહકોને હજારો રૂપિયાના ઇનામી વાઉચર અને 4જી ડેટા જીતવાની તક પણ મળશે.