જીગ્નેશ મેવાણીએ બીજેપી સરકારને લીધી આડે હાથ, અસ્પૃશ્યતા અને દલિત વિરોધી મુદ્દાઓ ઉઠાવ્યા
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયું છે. જેનો આજે ત્રીજો દિવસ હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતની બીજેપી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અસ્પૃશ્યતા અને દલિતોના વિરોધ અંગેના મુદ્દાઓ અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરે.
તે સિવાય જીગ્નેશ મેવાણીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. તેમજ જણાવ્યું છે કે મને સદનમાં બોલવા દેવામાં આવતો નથી. સરકાર માટે દલિતોની વાતો કરે છે. સરકારે દલિતો માટે કઇ કર્યા નથી. સરકાર માત્ર વાયદા કરે છે. આજે પણ દલિતની સ્થિતિ દયનીય છે. જ્યારે સીએમ રૂપાણી પર નિશાન સાધતા જણાવ્યું કે તેઓએ ક્યારેય દલિત અંગેનો કોઇ વિચાર કર્યો નથી તેમજ તે કોઇ દિવસ દલિતોની પરિસ્થિતિ જાણવા અંગે કોશિશ કરી નથી.
https://www.youtube.com/watch?v=auPAiyXnHcE&feature=youtu.be
તેઓએ સદનમાં પ્રોટેક્શન ઓફ સિવિલ એક્ટ ‘હેઠળ જે આભડછેટ થઈ રહ્યો છે તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માંગણી કરી હતી.