Uncategorized

અમદાવાદના જીગર પટેલ કેનેડાની સંસદમાં લડે છે ચૂંટણી, જાણો કોણ છે જીગર પટેલ

ઓક્ટોબરમાં વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી થવાની છે. પરંતુ આ દિવસે સૌ ગુજરાતીઓની અને ખાસ કરીને પાટીદારોની નજર કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શનમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી દસક્રોઇ તાલુકાના કુજાડ ગામના અને અમદાવાદ પાલડીના ગુજરાતી ઉમેદવાર જીગર પટેલ ઉપર રહેશે. જેઓ હાલ કેનેડામાં પોતાની જીત પાક્કી કરવા ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે.

ગુજરાતી સહિત તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય જીગર પટેલ જીતી જશે તો -કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલા ગુજરાતી બની જશે. કેનેડા ફેડરેલ ઇલેકશનમા ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલનુ મૂળ વતન દસક્રોઇ તાલુકાનુ કુજાડ ગામ છે. તેઓ જ્યારે કેનેડામાં ઇલેકશન લડી રહ્યા છે. ત્યારે ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે. કેનેડામાં ઇલેકશન લડી રહેલા જીગર જગદિશભાઇ મનુભાઇ પટેલના પિતા રીલાન્સ મિલમાં ઇલેક્ટ્રિશિયન હતા. જીગર પટેલ ગુજરાતમાં જ મિકેનિકલ એન્જિનિયર થયેલા છે. ગુજરાતમાં પણ તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એનએસયુઆઈમાં સક્રિય ભાગ લીધો હતો.

વીસ વર્ષ પૂર્વે ગુજરાતમાંથી કેનેડા શિફ્ટ થયા હતા. હાલ તેઓ કેનેડામાં બિઝનેસમેન અને સમાજસેવક તરીકે નામના ધરાવે છે. તેમના ફેમિલીમાં પત્ની નિશા અને પુત્રી શિખા તેમજ ભાઈ ઉમંગ અને બહેન રૂપલ છે. કેનેડામાં અલગ અલગ સંગઠનો સાથે સંકળયેલા અને લોકસેવામાં તત્પર જીગર પટેલ ન્યૂઝ ચેનલોના ઈન્ટરવ્યુ, રેડિયો ઇન્ટરવ્યુ, સોશિયલ મીડિયા, મતદારોને પ્રત્યક્ષ મળીને પ્રચારના અલગ અલગ માધ્યમ દ્વારા ગુજરાતીઓ ભારતીયો અને એનડીપીના કાર્યકરોને સાથે રાખી ઝંઝાવતી પ્રચાર કરીને મતદારોના દિલ જીતી રહ્યા છે. જીગર પટેલ હિન્દુ હોવાનું ગૌરવ લે છે અને સાથે સાથે વડાપ્રધાન મોદીની જેમ ઋષી મુનિઓના મંત્ર આપવાનુ ભૂલતા નથી. જીગર પટેલ લોકોને અપીલ કરતાં કહે છે, ‘’હું માનું છું કે વિવિધતામાં એકતાએ આપણી તાકાત છે. અને હું એની પણ ખાત્રી રાખીશ કે કેનેડા મલ્ટી-કલ્ચરલની ભાવના અપનાવી બ્રિજ બને નહીં કે દીવાલ. એક હિન્દુ તરીકે હું ‘વસુધૈવ કુટુંકમ’ એટલે કે ‘વિશ્વ એક ફેમિલી છે’ની ભાવનામાં માનુ છુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button