
ભારતીય રમત પ્રશાસક જય શાહ સતત બીજા કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન બન્યા છે.
કાઉન્સિલની બોર્ડ અને કમિટી બેઠકોમાં તેમને બિનહરીફ ચૂંટવામાં આવ્યા. બાલીમાં યોજાયેલી બેઠકમાં ડિરેક્ટર્સે જય શાહને ફરી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ICCએ આ પોસ્ટ દ્વારા જય શાહને ચેરમેન બનાવવાની માહિતી આપી…
ICCના ચેરમેન જય શાહે કહ્યું-
- ICCના અધ્યક્ષ તરીકે કામ કરવું મારા માટે સન્માનની વાત છે. આ એક મોટી જવાબદારી પણ છે. હું દુનિયાભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે તમામ સભ્યો સાથે મળીને કામ કરતો રહીશ.
- અમે ક્રિકેટના સૌથી મહત્વપૂર્ણ અને રોમાંચક તબક્કામાં છીએ. 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી અમારા માટે નવા દર્શકો સુધી પહોંચવાની મોટી તક છે.
- અમારી જવાબદારી માત્ર મોટી ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવાની નથી. અમારે ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બનાવવું છે. તેના માટે ખેલાડીઓ, ચાહકો, વ્યાવસાયિક ભાગીદારો અને રમત સાથે જોડાયેલા તમામ લોકોના હિતોનું ધ્યાન રાખવું પડશે.
