પીએમ ઇમરાનખાનના નિવેદન પર જાવેદ અખ્તર આકરા પાણીએ, કહ્યું તમે નો બોલ ફેંક્યો
પુલવામાં હુમલા પર મંગળવારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારતને એડ્રેસ કર્યું. તેની પર પ્રખ્યાત રાઇટર જાવેદ અખ્તરે જવાબ આપ્યો છે. સાથે જ હુમલાની જવાબદારી ન લેવા પર પાકિસ્તાનની આલોચના કરી છે.
એટલું જ નહીં, અખ્તરે આ ઘટનાને પણ શેર કરી છે જેમા તેમને પાકિસ્તાની ન્યૂઝ એન્કર પર નિશાન સાધ્યું હતું. અખ્તરે કહ્યું, ઇમરાને નો બોલ ફેંક્યો છે. દર વખત તે પુછે છે કે તમને કેમ લાગે છે કે આ અમે કર્યું છે.
Imran has thrown a no ball .Every time they ask what makes you think its our doing . After the mumbai terrorist attack a pak TV anchor asked me why you are so sure it is Pakistan it can be any country I said fine I will give you 3 you choose one .Brazil , Sweden and Pakistan .
— Javed Akhtar (@Javedakhtarjadu) February 19, 2019
જાવેદ અખ્તરે એક ઘટના અંગે જણાવતા લખ્યું, મુંબઇ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની એક ટીવી એન્કરે મને પૂછ્યું કે શુ તમે એવું સમજો છો કે આ પાકિસ્તાને કર્યું છે. આ તો કોઇપણ દેશ હોય શકે છે. મેં પણ કહ્યું કે ઠીક છે ચલો તમને 3 ઓપ્શન આપીશ. તમારે એકને પસંદ કરવાનું છે. બ્રાઝીલ, સ્વીડન અને પાકિસ્તાન.