Site icon Time News

Japan: World Expo 2025માં ગુજરાતનો દબદબો, ગુજરાતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોના શૉ હાઉસફુલ

ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાતની સંસ્કૃતિને જોવા માટે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાપાનના ઓસાકા ખાતે 4 મે થી 17 મે, 2025 દરમિયાન વર્લ્ડ એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. એક ઝીણવટભરી વિચારપ્રક્રિયા તેમજ સર્જનાત્મક અને સાંસ્કૃતિ અભિગમ સાથે ગુજરાત સરકારે આ એક્સ્પોમાં વિશ્વ સમક્ષ પોતાના વેપાર, સંસ્કૃતિ અને પ્રવાસનનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જેનું નેતૃત્વ ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ એક્સ્પોમાં નિર્મિત ભારત પેવેલિયનમાં ગુજરાત ઝોનનો દબદબો જોવા મળી રહ્યો છે. 4 મેથી શરૂ થયેલ આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી એટલે કે 8 મે, 2025 સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન સ્થિત ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ જણાવ્યું કે, “આટલા મોટા પ્લેટફોર્મ પર અમે વિઝન 2047ની તર્જ પર આધુનિક, શહેરીકૃત અને ટેકસૅવી ગુજરાત પ્રદર્શિત કર્યું છે. અમે જાપાન અને વિશ્વભરના મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય તેવી મોટી અસર ઉભી કરવા માટે પ્રદર્શન સાથે અમારી સંસ્કૃતિનું સંમિશ્રણ કર્યું છે.”

ઉદ્યોગ કમિશનર અને iNDEXTb ના ચેરમેન સ્વરૂપ પી. (IAS)એ જણાવ્યું હતું કે, “મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ટેક્નોલોજી અને સંસ્કૃતિએ વૈશ્વિક પ્રેક્ષકોમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજ્ય તરીકે ગુજરાતની આધુનિક અને પ્રગતિશીલ છબિનું નિર્માણ કર્યું છે. હું અમારા ભાગીદારો, DPIIT, ITPO અને CGI, ઓસાકાનો તેમના સહકાર બદલ ખૂબ આભાર માનું છું.”

વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની લાક્ષણિકતા ધરાવે છે ગુજરાત ઝોન

ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વમાં વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટેની લાક્ષણિકતાઓ છે. ભારત પેવેલિયનમાં જે ગુજરાત ઝોન ઊભો કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાત સંબંધિત વિવિધ વિશેષતાઓને રજૂ કરવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 લોકોએ લીધી ગુજરાત ઝોનની મુલાકાત

વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાત ઝોનનું આકર્ષણ મુલાકાતીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની પુષ્ટિ એ બાબત પરથી થાય છે કે 4 મેથી શરૂ થયેલા આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી, એટલે કે 8 મે, 2025 સુધી ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની દરરોજ સરેરાશ 11,000 લોકોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતીઓમાં અન્ય પ્રદર્શનકારી દેશોના લોકો તેમજ જાપાનના સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઉચ્ચ સ્તરીય મહાનુભાવો અને લોકપ્રિય હસ્તીઓએ પણ ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે અને જાપાનના મીડિયાએ ગુજરાત ઝોન અને ભારત પેવેલિયનને કવર કર્યું છે.

ગુજરાતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોના શૉ હાઉસફુલ, AI ફોટો બૂથ પર લોકોની લાંબી લાઇન

મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના નૃત્ય કલાકારો સાથે ફોટો પડાવવા માટેનું આકર્ષણ સૌથી વધુ જોવા મળ્યું છે. ત્યારબાદના આકર્ષણોમાં AI ફોટો બૂથ અને VR પ્રવાસન આધારિત અનુભવોનો સમાવેશ થાય છે. નૃત્ય કલાકારોના તમામ શૉ અને વર્કશોપ્સ અત્યારસુધી હાઉસફુલ રહ્યા છે અને સાંજે તેમાં લોકોની ભીડ ઉમટી પડે છે.

ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતનો અનુભવ કરવા માટે VR અને AI ફોટોબૂથ પર લોકોની લાંબી લાઇનો લાગે છે. મુલાકાતીઓ QR કોડ આધારિત જાણકારીઓ દ્વારા ગુજરાતની કલાકૃતિઓ વિશે વધુ માહિતી મેળવે છે, જેનાથી તેમને તે ચીજવસ્તુઓના ઇતિહાસ અને ઉત્પત્તિ વિશે વિગતવાર જાણકારી મળે છે. આ ઉપરાંત, બાળકો અને યુવાનોમાં 3ડી મોડેલને નજીકથી જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રોફેશનલ લોકો મોડલ પર લાગેલા QR કોડનો ઉપયોગ કરીને જાણકારી મેળવી રહ્યા છે.

આ પણ વાંચો, Indian Oil: ગભરાવાની કોઈ જરૂર નથી, ભારત પાસે ઈંધણનો પ્રયાપ્ત જથ્થો, દેશને ઈન્ડિયન ઓઇલનો મેસેજ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version