જમ્મૂ-શ્રીનગર હાઈવે ચાર દિવસથી બંધ, શ્રીનગરના 179 વિદ્યાર્થીઓને ખાસ વિમાનથી જમ્મૂથી દિલ્હી લાવવામાં આવ્યા
શ્રીનગરમાં બરફવર્ષા અને વરસાદના કારણે જમ્મૂ-શ્રીનગર હાઈવે ચાર દિવસથી બંધ છે. તેથી ઉડાન સેવા પણ રદ કરવામાં આવી છે. જ્યારે આ સંજોગોમાં સાઉદી અરબથી ઉમરા કરીને પરત
આવેલા 180 યાત્રીઓને શ્રીનગર પહોંચાડવામાં આવ્યા છે. અને શુક્રવારે ગ્રેજ્યૂએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ એક્ઝામ (ગેટ)ના બીજા તબક્કામાં સામેલ થનારા શ્રીનગરના 179 વિદ્યાર્થીઓને ખાસ વિમાનથી
જમ્મૂથી દિલ્હી લાવવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર રાજ્યપાલ સત્યપાલ મલિકે આ વાતને ધ્યાનમાં લઈને શ્રીનગર અને દિલ્હીમાં ફસાયેલા લોકોને વૈકલ્પિક સુવિધા કરી
આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રીય રક્ષા મંત્રાલય પાસે પણ મદદ માગી છે. અને રાજ્ય સરકારના અનુરોધ પછી વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટે વાયુસેનાનું
ખાસ વિમાન શ્રીનગરથી જમ્મૂ લાવવામાં આવ્યું. 180 યાત્રીઓને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હીથી પણ મોકલવામાં આવ્યા છે. જે મીડિયા રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય
વિદ્યાર્થીઓને બીજા તબક્કામાં લાવવાના હતા પરંતુ વાતાવરણ વધુ ખરાબ હોવાથી વિમાનને શ્રીનગરમાં ઉતારવાની મંજૂરી જ ન મળી તે માટે આ વિદ્યાર્થીઓને આજે એરલિફ્ટ કરાશે.