જમ્મુ કાશ્મીર- પુલવામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર ત્રાલના ગુલશનપોરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. મળતી માહિતી મુુજબ બે-ત્રણ આતંકીઓ અહીં છુપાયા હોય શકે છે. બંને તરફથી ગોળીબારી થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં કાશ્મીર ઘાટીમાં થયેલું આ પહેલી એન્કાઉન્ટર છે.
ઉલ્લેખનીય છે કે પુલવામાં છેલ્લા 10 દિવસથી અવારનવાર સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થતા જોવા મળી રહ્યા છે. અહીં 28 ડિસેમ્બરે સુરક્ષાબળે લશ્કરના એક આતંકીને ઠાર માર્યો હતો, તો તેના આગલા દિવસે ચાર આતંકીઓ પણ માર્યા ગયા હતા. આ પહેલા 22 ડિસેમ્બરે પુલવામાં 6 આતંકીઓ માર્યા ગયા હતા, જે જાકીર મુસાના સંગઠન અંસાર ગજવાત-ઉલ-હિંદથી જોડાયેલા હતા. આ એન્કાઉન્ટર પહેલા પૂંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાનની 41 બલુચ રેજિમેન્ટ ઘ્વારા નાના હથિયારો ઘ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી અને યુદ્ધવિરામનું ઉલ્લંગન કર્યું હતું.