દેશવિદેશ

જમ્મુ અને કાશ્મીર નેશનલ હાઇવે બંધ, હિમસ્ખલનથી પહેલગામમાં 3ના મોત

અનંતનાગ જિલ્લાના પહેલગામમાં હિમસ્ખલનથી ગઈ કાલે ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. પોલીસનું કહેવું છે કે તમામ લાશ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. ઔપચારિકતા બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવશે. એસએસપી અનંતનાગ અલતાફખાને જણાવ્યું હતું કે સતત હિમપાતના કારણે પહેલગામના રસ્તા બંધ હતા.શુક્રવારે હવામાનમાં થોડો સુધારો થયા બાદ રસ્તા પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરાયું હતું. ગુડખંભ વિસ્તારમાં જ્યારે જેસીબી બરફ હટાવતા આગળ વધવા લાગ્યું ત્યારે અચાનક બરફની શિલાઓ જેસીબી ચાલક અને અન્ય બે શ્રમિકોને સાથે ઘસડતા રસ્તાની નીચે ઊંડી ખાઈમાં લઈ ગઈ હતી. તમામ લોકો બરફમાં દબાઈ ગયા હતા.

આ પહેલાં ૧૮ જાન્યુઆરીએ લદ્દાખમાં ખારડુંગમાં ૨૦ સહેલાણીઓ બરફીલા તોફાનની ઝપેટમાં આવી ગયા હતા. તેમાંથી ૧૦ના રેસ્ક્યુ કરાયા જ્યારે પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. ખારડુંગા પાસે લદ્દાખની સૌથી ઊંચી ટોચ છે જે ૧૮,૩૮૦ ફૂટની ઊંચાઈએ છે.હવામાન ખરાબ થવાથી આ દરમિયાન શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર બંધ કરાઈ છે. અહીં બરફ વર્ષાના કારણે બે દિવસમાં લગભગ ૨૨ ફ્લાઈટ રદ કરાઈ છે. આ કારણે જમ્મુ-કાશ્મીરનો દેશ દુનિયાથી હવાઈ સંપર્ક તૂટી ગયો છે.

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના નવ જિલ્લા- અનંતનાગ, બડગામ, બારામુલ્લા, બાંદિપુરા, ગાંદરબલ, કારગિલ, ફૂલગામ, કૂપવાડા અને લેહ લદ્દાખમાં એવલોન્ચ આવવાનું એલર્ટ જારી કર્યું હતું. લોકોને સચેત રહેવાની સલાહ અપાઈ હતી. રાજ્યના ઘણા ભાગમાં હજુ સુધી હિમસ્ખલનનો ખતરો યથાવત્ છે. સતત બીજા દિવસે વાહનવ્યવહાર બંધ

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button