જમ્મુ કાશ્મીર – આતંકી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આંતકીએ અને સુરક્ષાબળો વચ્ચે ભારે હિમવર્ષામાં થયેલી અથડામણમાં 3 આંતકીઓ ઠાર થયા છે. ઠાર મરાયેલા આંતકીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સુરક્ષાબળને આંતકીઓ છુપાયા હોવાની માહીતી મળ્યા બાદ બડગામ જિલ્લાનાં હપતનાર વિસ્તારમાં તપાસ અભિયાન ચાલુ કર્યુ હતુ.
#WATCH Encounter underway between terrorists and security forces in Zinpanchal, Chari Sharief in Budgam district; 2 terrorists have been neutralised. #JammuAnd Kashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/mKMJorc4IQ
— ANI (@ANI) January 21, 2019
તપાસ અભિયાન દરમિયાન આંતકીઓએ સુરક્ષાબળ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાબળનું અભિયાન અથડામણમાં બદલાયુ હતુ. સુરક્ષાબળે આંતકીઓને ઘેરીને બન્ને બાજુએથી ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જેમા અત્યાર સુધી 3 આંતકીઓ ઠાર માર્યાની જાણકારી મળી રહી છે.