દેશવિદેશ

જેસલમેર: ડોકટર્સની બેદરકારી આવી સામે, ડિલીવરી દરમિયાન બાળકનું માથુ રહી ગયું ગર્ભમાં

જેસલમેરના રામગઢા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજૂબજેસલમેરના રામગઢની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ટીમે ડિલિવરી દરમિયાન બાળકના પગ એટલા જોરથી ખેંચ્યા કે બાળકના બે કટકાં થઈ ગયા. બાળકનો ઘડ સુધીનો હિસ્સો તો બહાર આવી ગયો પરંતુ માથુ ગર્ભમાં જ રહી ગયું હતું. સમગ્ર ઘટના દરમિયાન હોસ્પિટલ કર્મચારીઓએ પરિવારજનોને કશું જ ન જણાવ્યું અને મહિલાની સ્થિતિ ગંભીર હોવાની વાત કરીને તેને જેસલમેર ટ્રાન્સફર કરી દીધી હતી. જેસલમેરથી પણ મહિલાને જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ત્યાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

સોમવારે દીક્ષા કંવરને પ્રસવ પીડા ઉપડ્યાં પછી તેના પરિવારજનો તેને રામગઢ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં દાખલ કર્યા પછી હોસ્પિટલની ટીમે કહ્યું કે, તેમને જેસલમેર લઈ જાઓ. પરંતુ પરિવારજનોને એવુ જણાવવામાં ન આવ્યું કે, પ્રસવ દરમિયાન બાળકનું માથું ગર્ભમાં રહી ગયું છે. રામગઢ હોસ્પિટલના ડૉ. નિખિલ શર્માએ જણાવ્યું કે, પ્રસૂતાને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેને લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી. ત્યાં અમે જોયું કે નવજાતના બાળકના પગ બહાર દેખાતા હતા અને તે મૃત અવસ્થામાં હતું. અહીં પુરતી વ્યવસ્થા ન હોવાથી તેને જેસલમેર ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જેસલમેરની જવાહર હોસ્પિટલમાં ડૉ. રવિન્દ્ર સાંખલાને રામગઢની હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે, મહિલાની ડિલિવરી થઈ ગઈ છે પરંતુ ગર્ભનાળ અંદર રહી ગઈ છે. રાતે એખ વાગે ડૉ. સંખલાએ ગર્ભનાળ કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને કઈ સમજ ન પડતા તેમણે મહિલાની તબિયતમાં સુધારો કર્યો અને બીજા દિવસ ફરી ગર્ભનાળ કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પછી પણ તેઓ સ્થિતિ ન સમજી શકતા તેમણે મહિલાને જોધપુર ટ્રાન્સફર કરી દીધી હતી. જોધપુરની ઉમ્મેદ હોસ્પિટલમાં ડોક્ટર્સે મહિલાની ડિલિવરી કરાવી તો તેમાં માત્ર બાળકનું માથુ જ નકીળ્યું હતું.

જવાહર હોસ્પિટલના ગાયનેક ડોક્ટર્સ અને પીએમઓ ડૉ. ઉષા દુગ્ગડે જણાવ્યું કે, મારી કેરિયરમાં મેં ક્યારેય આવો કેસ નથી જોયો કે બાળકના બે ટૂકડા થઈ ગયા હોય. આ એક તપાસનો વિષય છે. રામગઢ પોલીસ જ્યારે ત્યાં આવી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ હતી. મોટી વાત તો એ છે કે, આટલી મોટી ઘટના થઈ ગઈ હોવા છતાં ડોક્ટર્સની ટીમે પરિવારજનોને કશું જણાવ્યા વગર તેમને જેસલમેર ટ્રાન્સફર કરી દીધા હતા.

જોધપુરમાં ડોક્ટર્સે પરિવારજનોને બાળકનું માથું સોંપી દીધું. ત્યારપછી પરિવારજનો બાળકનું માથું લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા માટે પહોંચ્યા હતા. પોલીસે રામગઢના કર્મચારીઓની કડક પૂછપરછ કરતાં તેમણે બાળકનું ધડ લાવીને આપ્યું હતું. ત્યારપછી ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉપનિરીક્ષક જાલમસિંહે જણાવ્યું કે, બાળકના બંને ભાગનું અલગ-અલગ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button