જીત બાદ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ICCએ રવીન્દ્ર જાડેજા વિરુદ્ધ લીધો મોટો નિર્ણય

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી ટાઈટ બોલિંગ થઈ હતી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ વાપસી બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ પણ આ મેચમાં તરખાટ મચાવ્યો હતો. તેણે સાત વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 70 રન બનાવ્યા હતા.
ભારતે 1લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને 5 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત નોંધાવી છે.
રવિન્દ્ર જાડેજાએ 5 મહિના પછી વાપસી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લેવા ઉપરાંત તેણે 70 રનની અજોડ ઇનિંગ પણ રમી હતી. ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી હતી.
ICCએ જાડેજા પર કડક ચુકાદો આપ્યો છે. તેને એક ડી-મેરિટ પોઈન્ટ મળ્યો છે અને તેણે મેચ ફીના 25 ટકા દંડ પણ ભરવો પડશે. એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં દેખાઈ રહ્યુ હતુ કે બોલિંગ દરમિયાન જાડેજાએ પોતાની આંગળી પર ક્રીમ લગાવી હતી અને આ દરમિયાન તેના હાથમાં બોલ પણ હતો. આવી સ્થિતિમાં આઈસીસીના નિયમો અનુસાર તેને દોષિત ગણવામાં આવ્યો છે. જો કે, આઈસીસી સંતુષ્ટ દેખાય છે કે જાડેજાએ બોલ પર કોઈ પદાર્થ લગાવ્યો નથી.
જાડેજાએ ચાલુ મેચમાં લગાવી ક્રીમ
મેચના પહેલા દિવસે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું કે રવિન્દ્ર જાડેજા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના હાથની આંગળી પરથી ક્રીમ લગાવી રહ્યો છે. આ દરમિયાન તેના હાથમાં એક બોલ પણ હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વોને આ વાત પર કટાક્ષ કરતા લખ્યું કે સ્પિનર પોતાની આંગળી પર શું લગાવી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. તો આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને લખ્યું કે આ એક રસપ્રદ મામલો છે. ઘણા બધા લોકો તેને ચેટિંગ ગણાવી રહ્યા હતા.
ICC એ સંભળાવી સજા
ક્રિકઇન્ફોના એક સમાચાર મુજબ, આઇસીસીની કાર્યકારી ટીમે રવિન્દ્ર જાડેજાને દોષિત ગણાવ્યો હતો કારણ કે તેણે મેદાન પરના અમ્પાયરોને જાણ કર્યા વિના ક્રીમ જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો. આ કારણોસર, ડી-મેરિટ માર્કસ સિવાય, તેને દંડ પણ ભરવો પડશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેન અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
ભારતીય ટીમે બીજા દિવસે બેટિંગની શરૂઆત કેપ્ટન રોહિત અને નાઈટ વોચમેન અશ્વિનની હાજરીમાં કરી હતી. આ મેચમાં પ્રથમ દિવસે જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી પાંચ વિકેટ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) હતી. જાડેજાએ મેચમાં 22 ઓવર નાંખી અને કાંગારુ બેટ્સમેનોને પોતાની સ્પિનથી મૂંઝવણમાં મૂકી દીધા હતા.