જેડન વાવાઝોડાંના કારણે ભારે હિમવર્ષા, 4 લોકોનાં મોત
અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે જાહેરજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને 5 રાજ્યોમાં તો ડિલીવરી સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવી છે. અમેરિકામાં પોલાર વોર્ટેક્સના કારણેના કારણે 1 કરોડ લોકો સામે જોખમ ઉભું થયું છે. અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને 5 રાજ્યોમાં ડિલીવરી સિસ્ટમ અટકાવી દેવામાં આવી છે.
તે ઉપરાંત 2,700 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. મિડવેસ્ટ સ્ટેટમાં ત્રાટકેલાં જેડન વાવાઝોડાંના કારણે 4 લોકોનાં મોત થયા છે અને હવામાન વિભાગે અત્યંત ઠંડા હવામાનના કારણે મૃત્યુઆંક વધશે તેવી આશંકા વ્યક્ત કરી છે. યુએસ પોસ્ટલ સર્વિસે અત્યંત ઠંડી અને ભારે હિમવર્ષાના કારણે કુરિયર અને અન્ય ડિલીવરી સિસ્ટમ અટકાવી દીધી છે. મિનેસોટા, વેસ્ટર્ન વિન્સકોઇન, લોવા, નેબ્રાસ્કા અને વેસ્ટર્ન ઇલિનોઇસ સ્ટેટમાં ડિલીવરી અને અન્ય સર્વિસ ઠપ થઇ ગઇ છે.
હવામાન વિભાગ અનુસાર, શિકાગો એન્ટાર્કટિકા જેટલી જ ઠંડી પડશે. શિકાગોમાં અત્યંત ઠંડી હોવાના કારણે રેલવે ક્રૂએ પાટા પર આગ લગાવી દીધી હતી જેથી ટ્રેન સરળતાથી આગળ વધી શકે. એક માત્ર શિકાગોમાં 1,550 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે લોકોને ઠંડી અને હિમવર્ષાના કારણે ઉંડા શ્વાસ નહીં લેવાની અપીલ કરી છે. હવામાન વિભાગ અનુસાર, આ ઠંડી હવાના કારણે ફેફસાને વધુ નુકસાન થવાની શક્યતાઓ છે. જેના કારણે લોકોનાં મોત પણ થઇ શકે છે.