દેશવિદેશ

ઇસરોનો કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-7A ઉપગ્રહ કરાયો લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજે સાંજે 4.22 વાગે સંચાર ઉપગ્રહ GSAT-7A લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચિંગના થોડાક સમયબાદ તેને સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રવેશ કરી લીધો છે. આ સેટેલાઇટ ભારતીય વાયુસેના માટે ખાસ માનવામાં આવે છે.

આ સેટેલાઇટનો ખર્ચ 500-800 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે, તેમાં 4 સોલર પેનલ લગાવવામાં આવ્યા છે, જેના મારફતે લગભગ 3.3 કિલોવોટ વિજળી પેદા કરી શકાય છે. તેની સાથે તેની કક્ષામાં આગળ-પાછળ જવું અને ઉપર જવા માટે બાઇ-પ્રોપેલેન્ટના કેમિકલ પ્રોપલ્શન સિસ્ટમ પણ આપવામાં આવી છે.

GSAT-7Aને શ્રીહરીકોટામાં આવેલા સ્પેસપોર્ટના બીજા લોન્ચ પેડથી GSLV-F11 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ ઈસરોએ જ તૈયાર કર્યો છે. આ સેટેલાઈટ આઠ વર્ષ સુધી સેવાઓ આપી શકે છે. આ મહિને જ 5 ડિસેમ્બરના રોજ ઈસરોએ બનાવેલો સૌથી ભારે (5854 કિલોગ્રામ)નો સેટેલાઈટ GSAT-11 ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ 16 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની સ્પીડથી ડેટા મોકલવામાં મદદગાર છે.

આ સેટેલાઇટ નેવીના યુદ્ધ વિમાનો, સબમરીનો અને વાયુયાનોના સંચારની સુવિદ્યાઓ પુરી પાડશે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા થોડાક વર્ષોમાં ભારતીય વાયુસેનાને એક વધુ સેટેલાઇટ Gsat-7C મળી શકે છે, જેનાથી તેમાં ઓપરેશનલ આધારિત નેટવર્કમાં વધારો થશે. ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. તે 31 જાન્યુઆરી 2019ના રોજ લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2ના ત્રણ ભાગ છે. આર્બિટર લેન્ડર-વિક્રમ અને રોવર

Gsat-7Aથી માત્ર વાયુસેનાના એરબેસ જ ઇન્ટરલિંક થશે નહીં પરંતુ તેના દ્વારા ડ્રોન ઓપરેશન્સમાં પણ મદદ મળશે. તેના દ્વારા ડ્રોન આધારિત ઓપરેશન્સમાં એરફોર્સની ગ્રાઉન્ડ રેન્જમાં ખાસ્સો વધારો થશે. આપને જણાવી દઇએ કે અત્યારે ભારત, અમેરિકામાં બનેલા આ પ્રીડેટર-બી એટલે કે સી ગાર્ડિયન ડ્રોન્સને પ્રાપ્ત કરવાની કોશિષ કરી રહ્યું છે. આ ડ્રોન્સ ખૂબ ઊંચાઇ પર સેટેલાઇટ કંટ્રોલ દ્વારા ઘણા દૂર સુધી દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button