Site icon Time News

International Yoga Day: 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અત્યાર સુધીનો સૌથી મોટો સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે

સમગ્ર દેશમાં એકસાથે લાખો સ્થળોને સાંકળતો ‘યોગ સંગમ’ યોજાશે, જેમાં હજારો સંસ્થાઓ સહભાગી બનશે. દર વર્ષે 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઊજવવામાં આવે છે ત્યારે આ વર્ષે 11મા આતંરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષે 21મી જૂનના રોજ સવારે 6:30 થી 7:45 સુધી સમગ્ર દેશમાં એક ઐતિહાસિક અને ભવ્ય ‘યોગ સંગમ’ યોજાશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો યોગ કાર્યક્રમ હશે. ‘યોગ સંગમ’ કાર્યક્રમમાં સહભાગી થવા માટે દેશભરની અનેક સંસ્થાઓ ઉત્સાહિત થઈને રજિસ્ટ્રેશન કરાવી રહી છે. અનેક ધાર્મિક – સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ સંસ્થાઓ, NGO, સેવાકીય સંસ્થાઓ સહિતની સંસ્થાઓ અને સામુહિક જૂથો પણ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

આ અવસરે તમે પણ તમારી સંસ્થા કે જૂથ સાથે આ ‘યોગ સંગમ’ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે https://yoga.ayush.gov.in/yoga-sangam લિંક પર નોંધણી કરાવી શકો છો.

આ પણ વાંચો, Ahmedabad plane crash: આ છે વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, 108 એમ્બ્યુલન્સની એ ટીમ જે દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version