લુણાવાડાના જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં ના જવા માટે લોકોને સૂચના : ગણપત વસાવા
ગુજરાત ના લુણાવાડાના ઘઢ ગામમાં એક શિક્ષક દ્વારા વાઘ જોવાની અને એના ફોટો સોશલ મીડિયામાં ફરતા કર્યા હતા. જે મુદ્દે ગુજરાતમાં વાઘ ક્યાંથી આવ્યો અને અહીંયા એનું અસ્તિત્વ છે. ક્યારથી આવ્યો છે એ માહિતી ગુજરાતનું વન વિભાગ અત્યારે તપાસમાં લાગી ગયો છે અને તપાસ કરતા માલૂમ પડ્યું કે વાઘ અહીંના જંગલોમાં છેલ્લા 4 મહિનાથી છે અને નીલ ગાય જંગલી ભૂંડ તેમજ રખડતા ઢોરનું મારણ કરેલ જણાઈ આવ્યું છે. સમગ્ર મુદ્દે જાણકારી આપતા રાજ્યના વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે ગુજરાતની સરકાર વન સંરક્ષણ મુદ્દે ગંભીરતા થી કામ કરી રહી છે એટલે તો રાજ્ય માં સિંહ જગલી રીછ અને દીપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ પ્રાણીઓના સંવર્ધનનું પણ સરકાર કામ કરી રહી છે.
ઘણા સમયથી વાઘ દેખાય ની ચર્ચા એ જોર પકડ્યું હતું. મીડિયાના મદયમ થી પણ ઘણા બધા ફોટો અને વિડિઓ ચર્ચામાં હતા, પણ 6 ફેબ્રુઆરીના રોજ લુણાવાડાના ઘઢ ગામ નજીક જતા એક શિક્ષકે વાઘના ફોટો પાડી ફરતા કર્યા હતા. ત્યાર બાદ આમરા વન વિભાગ દ્વારા અલગ અલગ લોકેશન ટ્રેક કરી આ વાતની પુષ્ટિ કરવામાં આવી જેમાં અમારા વન વિભાગને સાચી જણકારી માળી હતી, જેમાં એક 8 વર્ષનો વાઘ ગુજરાતના લુણાવાડાના જંગલોમાં છે.
https://www.youtube.com/watch?v=5UCNguRER1Q&feature=youtu.be
છેલ્લે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 1989 માં વાઘ જોવા મળ્યો હતો જે આજે મળ્યો છે. ગુજરાતનો વન વિભાગ ટાઇગર ફોરેસ્ટ ટ્રેકિંગ સંસ્થાની મદદથી જાણકારી મેળવવા પ્રયત્ન કરી રહી છે કે વાઘનું મૂળ સ્થાન કયું છે કે વાઘ રાજસ્થાન ,મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ થી આવ્યો છે. અત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો પાડી વાઘને ટ્રેસ કરવાનું કામ શરૂ કરી દીધું છે અને આ માટે લોકોને પણ સૂચના કરવામાં આવે છે કે એ લુણાવાડાના જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં જાય નઇ.