INDvsAUS: ભારતે 72 વર્ષમાં પહેલી વાર જીતી ટેસ્ટ શ્રેણી, રચ્યો ઇતિહાસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની આ સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. આ પહેલાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો છે.
સિડની ટેસ્ટમાં 193 રન બનાવનાર ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ મેચ રહ્યો. જ્યારે મેન ઓફ ધ સિરીઝનો અવોર્ડ પણ તેને જ મળ્યો છે. પુજારાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા છે.જ્યારે આ ટેસ્ટ સિરીઝ જીતીને ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સૌથી મોટો અને ઐતિહાસીક ખિતાબ છે. 72 વર્ષ બાદ ભારતનો ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં વિજય, આ સીવાય પણ ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે.
ઇંગ્લેન્ડ 13 વખત જીત્યું, વેસ્ટ ઇંન્ડીઝ 04 વખત જીત્યું, ન્યૂ ઝીલેન્ડ 01 વખત, સાઉથ આફ્રીકા 03 વખત અને ભારત 01 વખત વિદેશી ધરતી પર જીત મેળવવામાં સફળ થયું છે. તેમજ વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ શ્રેણી રમી ચૂકેલા દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે.