Indonesia સુનામીથી તબાહીમાં અત્યાર સુધી 43 લોકોની મોત, 600થી વધારે ઇજાગ્રસ્ત
ઇન્ડોનેશિયામાં શનિવારે રાત્રે સુનામીએ તબાહી મચાવી છે. આ ઘટનામાં અત્યાર સુધી 43 લોકોની મોતની ખબર આવી રહી છે. જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. રાહત અને બચાવ એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઇ છે. રિપોર્ટ મુજબ સુનામી સ્થાનીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે આવી. સમાચાર એજન્સીઓ મુજબ સુનામીમાં ડઝનો ઇમારત વહી ગઇ છે. જ્યારે દરિયામાં રહેલી કેટલી બોટ પણ લાપતા છે. સુનામીથી પ્રભાવિત વિસ્તારમાં પૈંનદેંગલેંગ, સેરાંગ અને દક્ષિણ લામ્પુંગના વિસ્તાર સામેલ છે. આ વિસ્તાર સુંદા સ્ટ્રેટ પર પડે છે.
ઇન્ડનેશિયાના નેશનલ ડિઝાસ્ટર મિટિગેસન એજન્સીના પ્રમુખ સુતપાઓએ કહ્યું કે મળતી માહિતી મુજબ 43 લોકોની મોતની પુષ્ટિ થઇ ચૂકી છે. તેમણે જણાવ્યું કે સુનામી આવતા પહેલા દરિયાઇ તટહટીમાં ભૌગોલિક હલચલ થઇ. જેના કારણથી કેટલાક સમય પહેલા Anak Krakatau જ્વાલામુખીમાં વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે દરિયાની વચ્ચે લૈંજસ્લાઇડ થઇ તે બાદ Anak Krakatau જ્વાલામુખી સક્રિયા થયું. તે પછી દરિયામાં ઉંચી લહેરો ઉઠી.Anak Krakatau એક નાનો વૉલ્કૈનિક દ્વીપ છે. તે દ્વીપ 1883માં ક્રૈકેટો જ્વાલામુખી ફાટ્યા બાદ સામે આવ્યો હતો.
આ અંગે વધુમાં લોકોએ કહ્યું કે સુનામી સમયે સમુદ્રમાં 15થી 20 મીટર ઉંચી લહેરો ઉઠતી જોવા મળી. તમને જણાવી દઇએ કે આ વર્ષે સુલવે દ્વીપમાં આવેલી સુનામીની તબાહીમાં 800થી વધારે લોકો માર્યા ગયા હતા. હવામાન વિભાગ મુજબ સુંદા સ્ટ્રેટના કેટલાક વિસ્તારમાં સુનામીની અસર છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મરનારની સંખ્યામાં વધારો થઇ શકે છે. સાથે કેટલાક લોકોની સુનામીમાં ગાયબ થવાનો પણ રિપોર્ટ છે.