હવામાં હતું ઇંડિગોનું વિમાન અને ફેલ થયું એન્જિન, પછી…
વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોય, ત્યારે તમને ખબર પડે કે તમારા વિમાનનું એન્જિન ફેલ થઇ ગયું છે. તો તમને કેવું થાય. બસ કંઇક આવું જ ઈન્ડિંગોની A320 ફ્લાઇટની સાથે બન્યું. 23 ડિસેમ્બરે પોર્ટ બ્લેયરથી કોલકાતા ઉડાન ભરનાર ફ્લાઇટને અડધાથી રસ્તામાં પાછી પોર્ટ બ્લેયર ઉપર ઉતરવું પડ્યું હતું. ઇન્ડિગોનું આ વિમાન નિયો વિમાન હતું, જેનું એન્જિન ફેલ થયું હતું.
ઈન્ડિંગો તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 23 ડિસેમ્બરે ઈન્ડિંગોનું A320 વિમાન જે પોર્ટ બ્લેયરથી કોલકાતા માટે જઇ રહ્યું હતું, ત્યારે તેને પાછું પોર્ટ બ્લેયરમાં ઉતારવામાં આવ્યું હતું. પાયલોટને લાગ્યું કે એન્જિન નંબર બેના ઓઇલ પ્રેશરમાં કોઇ ગડબડ છે. ઇન્ડિંગોએ કહ્યું કે, તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કોઇ નુકસાન પહોંચ્યું નહોતું.
ત્યારબાદ પાયલોટે તાત્કાલિક તેને પાછું પોર્ટ બ્લેયરમાં ઉતારવામાં આવ્યું હતું. આ વિમાનને હવે લગભગ એક અઠવાડિયા માટે પોર્ટ બ્લેયરમાં જ રાખવામાં આવશે, જ્યાં તેના એન્જિનને રિપેર કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ ઈન્ડિંગોના અમુક વિમાનોમાં આ પ્રકારની દુર્ઘટના થતી બચી હતી.