દેશવિદેશ

બ્રિટેનમાં રહેતા ભારતીય નાગરિકોએ પાકિસ્તાન એમ્બેસી સામે કર્યો વિરોધ

14મીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતાં. જેના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રિટેનમાં રહી રહેલા સેંકડો ભારતીય નાગરિકોએ શનિવારે લંડનમાં પાકિસ્તાન હાઈ કમીશન(એમ્બેસી) સામે વિરોધ પ્રદર્શન કર્યું અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.સાથે જ પ્રદર્શનકારિયોએ પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો. ત્યારબાદ ભારતીય લોકોએ તિરંગા સાથે પ્રદર્શન કરીને ‘વંદે માતરમ’ અને ‘કાશ્મીર હમારા હૈ’ના નારા લગાવ્યા હતા.

આ સાથે બ્રિટેનમાં રહી રહેલા ભારતીઓએ બ્રિટેન સરકારથી પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની સૈન્ય મદદ ન કરવા અને અન્ય કોઈ પણ મદદ ન કરવાની વિનંતી કરી હતી. પુલવામામાં થયેલ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે કે, 78 બસોમાં જમ્મુથી શ્રીનગર જઈ રહેલા 2700 જવાનોના કાફલા પર આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

https://www.youtube.com/watch?v=jHRAEyz_IDw&feature=youtu.be

આ હુમલા બાદ દુનિયાના લગભગ 57 જેટલા દેશોએ પુલવામામાં થયેલા હુમલાની નિંદા કરી છે. સાથે જ આતંકી સંગઠન જૈસ પર ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જૈસ, ISI, તહરિક-એ-તાલિબાનના સંબંધ પર ભારત દ્વારા ડોઝિયર તૈયાર કરાઈ રહ્યું હોવાની માહિતી સૂત્રો દ્રારા મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button