દેશવિદેશ
ભારતીય સેનાએ 2 આતંકીઓની કરી ધરપકડ, વીડીયો પણ રજૂ કરાયો
ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઇ છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારના રોજ પત્રકાર પરિષદ કરી. આ દરમ્યાન બંને અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરીની કોશિષ કરાઇ રહી છે. અમે બે પાકિસ્તાની ઘૂસણખોરીની ધરપકડ કરી છે.
આ બંને આતંકી સંગનઠ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. પત્રકાર પરિષદ દરમ્યાન પકડેલા આતંકીઓનો વીડિયો પણ રજૂ કરાયો હતો. આ બંને આતંકીઓને 22મી ઑગસ્ટના રોજ બારામુલ્લામાંથી પકડયા છે.
અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરીની કોશિષ ચાલુ છે. પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવા માંગે છે. પાકિસ્તાનની સેના આતંકીઓની મદદ કરી રહ્યું છે.