India vs Australia: આ રેકોર્ડ તોડનાર પ્રથમ એશિયાઇ બોલર બન્યા જસપ્રીત બુમરાહ
પોતાની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છવાયેલ છે. મેલબોન્ન ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગનું પ્રમાણ આપ્યું. જસપ્રીત બુમરાહએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 15.5 ઓવર બોલિંગ કરી અને તેણે માત્ર 33 રન આપીને કુલ 6 વિકેટો ભારતીય ટીમ માટે હાંસલ કરી.
જસપ્રીત બુમરાહ એક કેલેન્ડર યરમાં સાઉથ આફ્રીકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 5 વિકેટહૉલ, (એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ) લેનાર પ્રથમ એશિયાઇ બોલર બની ગયો છે. બુમરાહએ આ કેલેન્ડર યરમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ જોહાનિસબર્ગ ટેસ્ટ, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નોંટિઘમ ટેસ્ટ અને હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ટેસ્ટમાં 5 વિકેટ હોલ લીધી હતી.
ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કરતા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે શુક્રવારે યજમાન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 151 રન પર ઢેર કરી દીધી. ભારતે બીજા દિવસે પોતાની પ્રથમ ઇનિંગ સાત વિકેટના નુક્સાને 443 રનો પર ઘોષિત કરી દીધી હતી. આ પ્રમાણે ઓસ્ટ્રેલિયા 292 રન પાછળ રહી ગયુ. ભારત પાસે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપવાની તક હતી. પરંતુ મહેમાન ટીમે આવું નહી કરવાનું નિર્ણય લીધો પોતાની બીજી ઇનિંગ રમવાનો નિર્ણય લીધો.