India vs Australia: ઓસ્ટ્રેલિયા સીરીજથી હાર્દિક પંડ્યા બહાર, રવિન્દ્ર જાડેજાની વાપસી
ઓસ્ટ્રેલિયાની સામે 24 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહી છે. મર્યાદિત ઓવરોની ઘર શ્રેણી પહેલાં, ટીમ ઇન્ડિયાને ઘણું સહન કરવું પડયું હતું. હકીકતમાં ભારતના સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાના કમરના નીચેના ભાગમાં કાંગારુઓ સામે રમવા સક્ષમ રહેશે નહીં. BCCIએ ગુરૂવારે એ વાતની પુષ્ટી આપી છે કે, હાર્દિક પંડયાની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને 5 વનડે મેચની સીરીઝ માટે પસંદગી કરવામાં આવી છે.
Injury update – @hardikpandya7 has an acute lower back injury. He is able to stand at the moment and the medical team is assessing him now.
Manish Pandey is on the field as his substitute #TeamIndia #AsiaCup pic.twitter.com/lLpfEbxykj— BCCI (@BCCI) September 19, 2018
ભારતની મેજબાની માટે ઓસ્ટ્રેલિયાને 2 મેચો માટે ટી-20 અને 5 મેચોની વનડે સીરીઝ રમવાની છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થનારી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં હવે થોડોક મહિના જ બાકી છે. ત્યારે ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઈંડિયા પાસે માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચો જ બાકી છે.
NEWS: Hardik Pandya ruled out of Paytm Australia’s tour of India due to lower back stiffness. @imjadeja has been named replacement for Hardik Pandya for the 5 ODIs #AUSvIND pic.twitter.com/l8DUOuDlU3
— BCCI (@BCCI) February 21, 2019
આ પહેલા પણ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમના ઓલરાઉન્ડરને કમરમાં ઈજાને થવાના કારણે એશિયા કંપની બહાર થઈ ગયો હતો. આ ઘટના પાકિસ્તાનની ઈનિંગના 18મી ઓવરમાં થઈ હતી. જયારે પંડયા પોતાનો 5મો ઓવર ફેંકી રહ્યો હતો. 5મી ઓવર ફેંક્યા પછી પોતાની કમર પકડી લીધી હતી અને દુખાવાના કારણે જમીન પર સુઈ ગયો હતો.
ભારત- ODIસ્કવૉડ ( પહેલી 2 વનડે મેચો માટે)
વિરાટ કોહલી ( કપ્તાન), રોહિત શર્મા ( વાઈસ કપ્તાન), શિખર ધવન, અંબતિ રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની(વિકેટ કિપર), રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મ્દ શમી, યૂજવેંદ્ર ચહલ,
કૂલદિપ યાદવ, ઋષભ પંત, સિધ્ધાર્થ કૌલ, કેએલ રાહુલ.
ભારત- ODIસ્કવૉડ (છેલ્લી 3 વનડે મેચો માટે)
વિરાટ કોહલી ( કપ્તાન), રોહિત શર્મા ( વાઈસ કપ્તાન), શિખર ધવન, અંબતિ રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની(વિકેટ કિપર), રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, ભૂવનેશ્વર કુમાર, યૂજવેંદ્ર ચહલ,
કૂલદિપ યાદવ, મોહમ્મ્દ શમી, વિજય શંકર, કેએલ રાહુલ, ઋષભ પંત, દિનેશ કાર્તિક,
ભારત- T-20 સ્કવૉડ
વિરાટ કોહલી ( કપ્તાન), રોહિત શર્મા ( વાઈસ કપ્તાન), કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, એમએસ ધોની(વિકેટ કિપર), કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ, ઉમેદ યાદવ સિદ્ધાર્થ કૌલ, મયંક માર્કડેય
ઉલ્લેખનીય છે કે હાલમાં ખતમ થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે કાંગારૂ ટીમને વનડે સીરીજમાં 2-1થી ટક્કર આપી હતી. જ્યારે ટી-20 સીરીજ 1-1 બરાબર રહી હતી.