દેશવિદેશ

દુબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદના નાના ભાઇ શકીલની ઘરપકડ, કસ્ટડીની કોશિશમાં ભારત 

અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના ભાઈ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી કસ્ટમ એન્ડ અબૂ ધાબી પોલીસે શુક્રવારે ધરપકડ કરી લીધી છે. અનવર પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. અનવરની ધરપકડ પછી ભારતીય દૂતાવાસ છોટા શકીલના ભાઈની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે પાકિસ્તાન દૂતાવાસ પણ તેને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. અનવર પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળ્યો છે. તેથી પાકિસ્તાને દાવો કર્યો છે કે, અનવરની કસ્ટડી તેમને આપવામાં આવે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનવર વિશે પૂરતી માહિતી મેળવીને તેની ધરપકડ કરવામાં આવી છે. અનવર અબૂ શેખ વિરુદ્ધ પહેલેથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. અનવર વિશે કહેવામાં આવે છે કે, તે આઈએસઆઈ સાથે કામ કરતો હતો અને ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓમાં પણ સામેલ હતો.

અનવર અંગે કહેવામાં આવે છે કે તે આઇએસઆઇની સાથે કામ કરી રહ્યો છ અને ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. માફિયા ડોન છોટા શકીલનું સાચુ નામ શકીલ બાબૂમિયાં શેખ છે. માફિયા ડોન છોટા શકીલ 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપીમાંથી એક છે. તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઈબ્રાહિમના ખાસ માણસ માનવામાં આવે છે. હથિયારોની દાણચોરી અને ખંડણી વસુલવી તેનો મુખ્ય ધંધો છે.

બોલિવૂડ હસ્તીઓના પણ દાઉદ સાથેના સંબંધો હોવાની વાત બહાર આવી હતી. બોલિવૂડ ફિલ્મોમાં પણ દાઉદ ઈબ્રાહિમના પૈસા લાગતા હોવાની વાત સામે આવી છે. માનવામાં આવે છે કે, કુખ્યાત ડોન છોટા રાજને પણ છોટા શકીલના ડરથી પોતાની ધરપકડ કરાવી છે.

છોટા શકીલે આપેલા એક ઇન્ટરવ્યું જ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. રાજનના પકડાયા પછી છોટા શકીલે તેને ધમકી આપી હતી કે તેઓ રાજનને જેલમાં ઘુસીને મારશે. આ ધમકી પછી જેલમાં બંધ છોટા રાજનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button